________________
ઝગડિયા-સુરત
ર૯ વિહાર, ઉદયન મંત્રીને પત્ર આંબડે ઉત્તમ પથ્થરમાં કળામય રીતે બંધાવી ફરકાવેલા ધ્વજવાળે અને કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાર્યે જેની પ્રતિષ્ઠા કરી કુમારપાલે જેમાં આરતી ઉતારી હતી એ વિહાર આજે મસ્જિદરૂપમાં પરિવર્તન પામ્યો છે; એ કાળને મહિમા જ આજે માત્ર વિચારવાનું રહે છે.
*
૯. ઝગડિયા
(કોઠા નંબરઃ ૪૨૦) રાજપીપલા રાજ્યમાં આવેલા ઝગડિયા ગામમાં એક નાનું પણ મનેહર શિખરબંધી મંદિર છે. એમાં મુ. ના. શ્રીઆદીશ્વર ભગવાનની વેત આરસની મૂર્તિ, પાસે આવેલા લીંબદરા ગામના ખેતરમાંથી મળી આવી હતી. એના ઉપર લેખ જણાતો નથી પણ ભીંતમાં દબાયેલું હોવાનું કહેવાય છે. આ મૂર્તિ પ્રતિમવિધાનશાસ્ત્રની દૃષ્ટિએ ભવ્ય અને ચિત્તાકર્ષક છે. મૂળનાયકના જમણા હાથ તરફની આરસની મૂર્તિ નજીકના રાણીપુરા ગામના ખેતરમાંથી મળી આવી હતી. આ મૂર્તિ નાની હોવા છતાં સુંદરતામાં ઓછી ઊતરે એવી નથી. પ્રગટ થયેલી આ મૂર્તિઓના કારણે આ સ્થળ તીર્થરૂપ બન્યું છે. સં. ૧૯૨૧ લગભગમાં આ મૂર્તિઓ પ્રગટ થઈ હતી.
મંદિરમાં પ્રવેશતાં જમણા હાથ ભીના ગોખલામાં પધરાવેલી શ્રીચક્રેશ્વરીદેવીની મૂર્તિ પણ ઉપર્યુકત લીંબોદરા ગામના ખેતરમાંથી મળી હતી. આ દેવીમૂર્તિની નીચેને લેખ આ પ્રમાણે વંચાય છે –
“સં. ૨૨૦૦ મા રુ. ૨૦............શ્રીરૂથ્વીન #ારિતા ” અર્થાત-સં. ૧ર૦૦ માં પૃથ્વીપાલે આ મૂર્તિ કરાવી છે..
મારા ધારવા મુજબ આ પૃથ્વીપાલ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ મહારાજાના મંત્રીશ્વર પૃથ્વીપાલ હોય એમ લાગે છે. એમને સત્તાસમય પણ આ લેખના સમયનો જ છે. - આ મંદિરની બીજી મૂર્તિઓ ઉપર સોળમા સૈકાના લેખે મળી આવે છે.
અને વિસ્તાર વગેરે જોતાં અસલના વખતમાં
આ ગામથી લીંબોદરા જતાં રસ્તામાં પડેલ કાટાડો, અવશે આ સ્થળે કે પ્રાચીન નગરી હોવાને ખ્યાલ આવે છે.
૧૦. સુરત
(ા નંબર: ૪૯૬-પ૬૬) તાપી નદીના કાંઠે આવેલું સુરત શહેર કયારે વસ્યું એ વિશે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. એનું સૂર્યપુર” એવું શાસ્ત્રીય નામ પ્રતિમાલે છે અને ગ્રંથમાંથી મળી આવે છે પણ સોળમા સૈકા પહેલા કોઈ લેખ મળી આવ્યું નથી.
ઓગણીસમી સદીમાં થયેલા કવિબહાદુર શ્રી. દીપવિજયજીએ રચેલી “સુરત ગજ્જલમાં સુરતનું મનહર વર્ણન આપ્યું છે. સુરતની ઉત્પત્તિ સંબંધે લખતાં તેઓ કહે છે –
૧. મંત્રી પૃથ્વીપાલ પ્રતાપી, ઉદાર અને કુલદી૫ક હતું. તેણે સિદ્ધરાજ અને કુમારપાલની કીતિ મેળવવા ઉપરાંત પS, તારા અંદાપ્તિ અને જદારનાં ધર્મ કાર્યો કર્યો છે. તે મહામંત્રીશ્વર વિમલના મેટા ભાઈ નેના પત્ર ધવલ. તેના પર આનંદ. તેના પુત્ર (મંત્રી પૃથ્વીપાલ નામે) હતા. જેણે વિમલવસહીમાં સં. ૧૨ ૦૫ થી ૧૨૦૬ સુધીમાં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમજ એ જ સમયમાં વિમલવસહી મંદિરની બહાર સામે જ પિતાના પૂર્વજોની કીર્તિને કાયમ રાખવા માટે એક સુંદર હક્તિશાળા પણ બનાવી છે.