SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ર જૈન તીર્થ સર્વસંગ્રહ જવાય તે “તીર્થ” કહેવાય. આ તીર્થ જંગમ અને સ્થાવર; એમ બે પ્રકારનાં માનવામાં આવ્યાં છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘને “જંગમ તીથ' કહે છે. અને એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનારા “તીર્થકર કહેવાય છે. એ તીર્થકરથી સંબંધિત સ્થાન “ સ્થાવર તીર્થરૂપે ખ્યાતિ પામ્યાં છે. વળી, તીર્થકરોના જીવન સાથે સંબંધિત ન હોવા છતાં તેમની પ્રેરણાદાયક પ્રાભાવિક પ્રતિમાઓ ત્યાં સ્થાપન કરવામાં આવતી એ સ્થળે પણ પરંપરાથી તીર્થરૂપ મનાવા લાગ્યાં. વસ્તુતઃ “ તિમક્રૂિરતજિ તીર્થ પ્રચલતે તીર્થકરે અને મહાત્માઓએ પિતાના પાદવિહારથી જે ભૂમિને પવિત્ર કરી હોય અથવા તીર્થકરોની કલ્યાણક જેવી ઘટનાઓથી જે ભૂમિ પાવન બની હોય ત્યાં ભક્તજનો એમનાં સ્તૂપ, નિષદ્યા વગેરે સ્મારશ્કે ઊભાં કરતા તે “તીર્થ” કહેવાતાં ને ભક્તજને એ સ્થળે યાત્રાએ આવતા. પિતાના હૃદયમાં પણ એવા અરિહંતને અધ્યાસ કરવા માટે તેઓ ચોગ્ય વાતાવરણ સર્જતા. આથી જ જૈનનાં તીર્થો મોટે ભાગે પ્રકૃતિની ગોદમાં ગિરિશિખર ઉપર સર્જાય છે ને જેનેએ પહાડને મહિમા વધુ ગાયે છે. વસ્તુત: પહાડની પ્રકૃતિ જેન સિદ્ધાંતના સ્વરૂપનેતપ, ત્યાગની કઠેર ભૂમિકાને બરાબર મળતી આવે છે એ પણ એની વાસ્તવિક સાબિતીનું કુદરતી પ્રમાણે છે. આજનાં મંદિરની રચનામાં પણ પાર્વતીય આકૃતિની તુલના થઈ આવે છે. મંદિરનું શિખર એ ગિરિશિખરની યાદ આપે છે, ગર્ભગૃહ એ ધ્યાનસ્થ મહાત્માની કલ્પનામાંથી ઊભું થયું હોય અને સભામંડપ એ મહાત્માની ઉપદેશવાણ સાંભળવાનું વ્યાખ્યાનપીઠ હોય એવી તુલનાત્મક કલ્પના સહેજ થઈ આવે છે. બીજી દષ્ટિએ સમવસરણની રચનાનું તેમાં અનુકરણ હોય એમ પણ લાગે છે. બહકલ્પસૂત્રમાં એ ચૈત્યના શાશ્વત ચૈત્ય, સાધર્મિક ચિત્ય, મંગલચૈત્ય અને ભકિતચત્ય એવા ચાર પ્રકારે અને અવાંતર પ્રકારે બતાવવામાં આવ્યા છે. જિનાલયની રચના વિશે “રાયપણુઈય-સૂત્ર” “જીવાજીવાભિગમસૂત્ર વગેરેમાં ઘણું જાણવાયેગ્ય વિગતે સંગ્રહાયેલી છે. મધ્યયુગીન કાળનાં મંદિર વિશે “નિર્વાણુકલિકા, “વાસ્તુસાર” નામક ગ્રંથ(ત્રીજા અધ્યાય)માંથી વિસ્તૃત અને પદ્ધતિસરની અનેક બાબતોનું વર્ણન મળી આવે છે. જેનેના કેઈ પણ તીર્થને નિહાળતાં એના ઈતિહાસના અધ્યયનથી સેંકડે ને હજાર વર્ષના કાળના પડદાઓ ચીરાઈ જાય છે ને એ કાળ, એ ભૂમિને એ ઘટનાઓનું મનોરમ દશ્ય આંખ સામે ખડું થઈ જાય છે. જેનાં તીર્થો માત્ર વૈભવ કે કળાના નમના નથી પણ જૈન સંઘની જીવનકળા અને આત્મકલ્યાણનાં જીવંત પ્રતીક તરીકે પંકાયાં છે. કાળના ઝંઝાવાતમાંયે જૈન સંસ્કૃતિનાં આ સદા ઉજ્જવળ પ્રતીકેએ પહાડના ખડક ઉપર ઊભેલા અડગ મોન તપસ્વીની જેમ જૈન સંઘની રક્ષા કરી છે. ભારતના જુદા જુદા વિભાગમાં વસતા જેનોને હલવાતા ભાવનાદીપને આ પ્રતીકેએ – તીર્થોએ સંકેરી પ્રજ્વલિત બનાવી રાખે છે ને જેન સંઘને એકસાંકળે ગૂંથી રાખે છે. આવા દેવમંદિરની પવિત્રતાની રક્ષામાં, કાળથી જર્જરિત થતાને ઉદ્ધારવામાં જૈન સંઘ પિતાના સર્વસ્વને ભેગ આપે એમાં નવાઈ નથી. જૈન સંઘે પિતાની અઢળક સંપત્તિ એની પાછળ લગાવીને પિતાની ભક્તિ, ઉદારતા ને ભાવનાને પરિચય આપે છે. જેન સંઘ આજે આટલા આત્મસન્માન સાથે જીવંત રહી શક્યો છે એ એની તીર્થભાવના અને સરસ્વતીના અવતારમાં મુનિ-મહાત્માઓના ઉપદેશને આભારી છે. આવી દુરંદેશી તીર્થભાવનાને પ્રભાવ ઓછાવત્તા અંશે સઘળા ધર્મો ઉપર પડો જ છે. જીવનસાક્ષાત્કાર કરવા માટે ઉત્તમ ગિરિશિખરે પર નિર્માણ થયેલાં–જ્યાંના એક પથ્થરની ઢળાઈને નકશી એક ચાંદીની પાટ જેટલી કિંમતની થઈ છે–એ સુંદર મંદિરે; એમાં વિરાજતી હીરા, પન્ના, નીલમ, સફટિક, સુવર્ણ, રીપ્ય ને ધાતુ-પાષાણની પ્રશમરસનિમગ્ન ઉકલાસમયી મૂર્તિઓ જેની તંભાવલિમાં જીવનસત્યને આવિષ્કાર આલેખાયેલ છે કે જેના ગુંબજેમાં મૃત્યુંજય મહાત્માઓની ભક્તિ કરતાં દેવ-દેવીઓનાં કમનીય અંગમરોડ સાથે નાટારંભ આલેખી નાટયશાસ્ત્રનો નિચોડ ૨જ કરી દીધો છે; જેના ટેડલે ટોડલે આત્મદર્શનની ઝલક આપતાં કમળો, ૩. “વાસ્તુસાર” વગેરે ગ્રંથમાં જિનમંદિરના વિવિધ પ્રકારના ૯૬૭૦ ભેદોનું વર્ણન મળે છે. મહાકવિ ધનપાલે જૈન મુર્તિ વિશે સાચું જ કહ્યું છે: प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमई कामिनीसाशून्यम् । करयुगमपि धत्ते शस्त्रसम्बन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy