SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વ સંગ્રહ તીર્થ -મંદિર-મૂર્તિરચના અવલોકન ભારતવર્ષના ધર્મોમાં જૈનધર્મ અને જેનદર્શને પોતાનું અનેખું સ્થાન ધરાવે છે. એણે પિતાની આધ્યાત્મિક અને તાત્વિક મૌલિક વિવેચનાઓથી આખા વિશ્વનું લક્ષ વર્ષોથી પિતાના તરફ ખેંચ્યું છે ને પિતાના આંગણે દૂરદૂરથી અભ્યાસીઓને નેતર્યા છે. ' આ જૈનધર્મને ભારતવર્ષમાં અનેકાંગી ફાળે છે. પિતાના તાત્વિક અને વિશ્વબંધુત્વની સ્થાપનાને ચોગ્ય ઉદાર સિદ્ધાંતે રજૂ કરતા આગમગ્ર દ્વારા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં જેમ ભારતવર્ષના ધર્મોમાં એણે અમૂલ્ય ફાળે અ છે એમ એણે સજેલાં મંદિરાવલીઓથી શોભતાં ને અવેર–અહિંસાને ઉપદેશ દેતી પ્રશમરસનિમગ્ન જિનપ્રતિમાઓથી એપતાં તીર્થધામ દ્વારા પણ સાંસ્કૃતિક પરંપરામાં પિતાને હિસ્સે શોભીતી રીતે નોંધાવ્યો છે. ગાઢ અરણ્ય, ફળદ્રુપ ક્ષેત્રે, ગગનચુંબી પર્વતે, પુણ્યસલિલ સરિતાઓ ને નિર્મળ પ્રકૃતિ ક્ષેત્રે વચ્ચે રચેલી આ મંદિરાવલી પુરાણ કાળથી પિતાના ઉપાસકેના ઐહિક અને પારલૌકિક કલ્યાણ કરવા સાથે, શિલ્પ–સ્થાપત્ય અને કળાભવના વિકાસના નમૂનારૂપ બનેલ છે. પરમ કલ્યાણ ને પરમ કળાનાં આ સ્થાપત્યે નીચે દુનિયાના દેશે મુગ્ધ બની જાય એ ઈતિહાસ કંડારેલે છે. કાળના હાથે અખંડિત રહેલાં ચિ ને જીર્ણોદ્ધાર પામેલાં ને પામતાં આ મંદિરના પ્રત્યેક પાષાણમાં પુરાતત્ત્વવિદો અને ઈતિહાસકારે કઈ મહાન યુગપરંપરા સજીવ થતી આજે પણ ઊકેલી રહ્યા છે. - આત્મકલ્યાણનાં આ જીવંત સ્મારકો કે તીર્થભાવનાનાં જે પ્રમાણે જેન અનુકૃતિઓમાંથી મળી આવે છે એ - ઉપરથી તીર્થભાવના મૂળ જૈન સંઘને આભારી હોય અને જૈન સંસ્કૃતિમાંથી એ ભાવનાએ પોષણ મેળવી એના સંરક્ષણ અને સંવર્ધનની પરંપરાને આજ સુધી જીવિત રાખી હોય એમ લાગે છે. જૈન ગ્રંથોના અધ્યયનથી જણાય છે કે જૈન મહાત્માઓ નગરની બહાર જંગલમાં કે પર્વતની ગુફાઓમાં પર કરવા ગેસમાધિ લગાવતા ને છેવટે કેવળજ્ઞાનની ઉચ્ચ દશા પ્રાપ્ત કરતા. એવા કેવળજ્ઞાની મહાત્માઓ પાસેથી આત્મજ્ઞાન મેળવવા જેન સંઘ ત્યાં અવરજવર કરતા ને એવા જ્ઞાનીઓની પર્ષદા રચતે; જેને જૈન શાસ્ત્રોમાં સમવસરણ' કહેવામાં આવે છે. તેમનું એવા સ્થળે નિર્વાણ થતાં એ વિશ્વવંદ્ય પુરુષની ચિરસ્મૃતિમાંથી આત્મકલ્યાણની પ્રેરણા મેળવવા જેન સંઘ સદા ભક્તિપરાયણ રહે. જેન શાસ્ત્રોમાં “તીર્થસે અનેfa તીર્થ” એવી તીર્થની વ્યુત્પત્તિ કરી છે. અર્થાત–જેના વડે સંસારથી તરી ૧. “પ્રતિકાસાર” ગ્રંથમાં જિનમંદિર બનાવવાનાં સ્થળે નિર્દેશ આ પ્રકારે મળે છે – * “અન્ન- નિમાયાન-જ્ઞાન-નિર્વાનમૂર્મિ, 1 કપુ પુરેપુ, નવા નરોડુ | प्रामादिसनिवेशेषु, समुद्रपुलिनेषु च । अन्येषु वा मनोज्ञेषु, कारयेजिनमन्दिरम् ॥" ૨. પ્રાચીન આગમશાસ્ત્રોમાં તીર્થોની નોંધ આ રીતે મળે છે: "अहावय-उजिते, गवग्गपए य धम्मचक्के य । पासरहावत्तनगं, चमरुप्पायं च वंदामि ॥" -ગાઘવ સાળંટવિિના તથા તલાટા ઘર તથા રીયાં પાશ્વેનાથચ ઘરોમહિમાને “ આચારાંશનિયત - “ત્તરવિદે ધમાકં, મથુરાણ પેવેળિમિત્રો ઘૂમો રોગ નિયંતHiનવલિકા, નિયંવરાળ ઘા ગામૂનિઓ ” – “નિશીયચર્ણિ* ઉર્યાત-ગિરનાર સિવાયનાં અષ્ટાપદ, ગજાગ્રપદ, ધર્મચક્ર, રથાવત નગ, ચમોત્પાદ, મથુરાને દેવનિર્મિત સ્વપ કેસલની જીવતસ્વામીની પ્રતિમા વગેરે તીર્થો આજે અજ્ઞાત છે-તેને વિચછેદ થયે એમ સમજવું રહ્યું.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy