SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ -તારંગા ૧૫૧ અભિનય દર્શાવતી ઊભી છે. નૃત્યના આ ભક્તિપ્રકારે ભારતીય કળાના સંસ્કારનું સ્મરણ કરાવે છે. આમાં બીજી શિલ્પકરણ નથી. બીજી રીતે ઘૂમટ તદ્દન સાદે છે. વિશાળતા એ જ એનું ગૌરવ છે. સભામંડપના એક ગોખલામાં આચાર્યની એક મૂર્તિ બિરાજમાન છે. તેની નીચે નામ કે લેખ નથી પરંતુ સંભવ છે કે તે શ્રી હેમચંદ્રાચાર્યની મૂર્તિ હશે. છાદીના ઘૂમટો દેખાવ મનહર છે. તેની છતમાં સાદું પણ સુરેખ અંકન છે. શૃંગારકીની છતમાં પણ બારીક કોતરણી ભરી છે. આ બધી શિલ્પીય કળા જેઈને ઘડીભર તે મુગ્ધ થઈ જવાય છે. મંદિરને ત્રણ માળ છે ને માળની રચના ઘડીભર ભુલાવામાં નાખી દે એવી છે. મંદિરને સુરક્ષિત રાખવા માટે આ માળમાં “કેગર” નામના લાકડાને ઉપગ કરે છે. આવા લાકડાને ઉપગ બીજા મંદિરમાં જવલ્લે જ જોવા મળે છે. આ લાકડું આગથી નાશ પામતું નથી, ઊલટું આગ લાગતાં તેમાંથી પાણી છૂટવા માંડે છે. શિખર સુધી પહોંચવા માટે દીવાલ માર્ગ છે, અને વચ્ચે રહેલા ગોળાકાર વિશાળ મંડપમાં ૧૧ પ્રતિમાઓ અને એક વજાદંડ પુરુષની આકૃતિનાં દર્શન થાય છે. આ ભવ્ય મંડપની કારીગરી અદ્ભુત છે. મંદિરના પૂર્વ દિશાના દરવાજા પાસે ડાબા હાથ તરફ એક દેરીમાં શ્રી અજિતનાથ ભગવાનની મોટી પાદુકા જેડી લે છે. તથા વીસ વિહરમાન જિનની પાદુકા જેડી ૨૦ છે. તેની પાસેની એક દેરીમાં શ્રીવિજયસિંહસૂરિ તથા શ્રી સત્યવિજય પંન્યાસ આદિનાં પગલાં લેડી ૯ છે. બીજી એક દેરીમાં પ્રાચીન પાષાણના ઘડેલા ચૌમુખજી છે. ૨. તેની પાસે ચૌમુખજીનું શિખરબંધી મંદિર છે. તેમાં પીળા રંગની ચાર ચૌમુખ મૂર્તિઓ છે. ૩. તેની પાસે સહસ્ત્રનું એક મેટું દેરાસર છે. મંદિરના મધ્યભાગમાં જ આરસમાં કતરેલી સહસટની રચના છે, જેમાં ૧૦૨૪ ભગવાનની મૂર્તિઓ કેતરેલી છે " - 1 કાન આ મંદિરના ચારે ખૂણામાં આ પ્રમાણે આરસમાં રચના કરેલી છે: (૧) સમવસરણની રચનામાં ચૌમુખજીની ચાર મૃતિઓ બિરાજે છે. (૨) બીજા ખૂણામાં પગલાં જોડી ૧૫૦૦ છે. તેની વચ્ચે: ચાર તેના ઉપર એક સ્તૂપ જે આકાર ખડે કર્યો છે. એ સ્તૂપમાં એક બાજુએ વીશ સ્થાનક યંત્રને પટ્ટ કેરેલે છે. તેની એક બાએ મધબિંદને ભાવ આલેખેલે છે ને બીજી બાજુએ સિદ્ધચક્ર ભગવાનનું યંત્ર ઉત્કીર્ણ છે તેમજ ચૌદ રાજલકને ભાવ અંકિત કર્યો છે. (૩) ત્રીજા ખૂણામાં અષ્ટાપદની રચના છે, અને (૪) ચેથા ખૂણામાં સમેતશિખરનો -ભાવ છેતરે છે. ૪. સહસટ મંદિરની પાસે જ નંદીશ્વરદ્વીપની રચનાનું શિખરબંધી મોટું મંદિર છે. મંદિરના મધ્યભાગમાં આરંભમાં કતરેલી જ અદ્વીપ આદિ સાત સમુદ્રોની રચના કરી છે. નંદીશ્વરદ્વીપના બાવન જિનાલયના બાવન પર્વતને દેખાવ કરી તેના ઉપર બાવન ચૌમુખજી ગઠવેલા છે. માર માં કોતરેલી જ અહીપ રિ સહકૂટનું સં. ૧૮૭૩ માં અને નંદીશ્વરદ્વીપનું મંદિર સં. ૧૮૮૦ માં શ્રીસંઘે બંધાવ્યાં છે. એ સંબંધી 'શિલાલેખે વિદ્યમાન છે. ૫. મુખ્ય મંદિરની પાછળ શ્રીસંભવનાથજીનું શિખરબંધી દેરાસર છે. પાસેના ખૂણામાં એક વિશાળ ચિતરા ઉપર નાની નાની બે દેરીઓમાં યતિઓનાં પગલાં સ્થાપન કર્યા છે. શિલા (ટંકઃ ૧) મુખ્ય મંદિરથી દક્ષિણ દિશામાં ના માઈલ દૂર જતાં કે ટિશિલા નામનું સ્થળ આવે છે. એ માર્ગે જતાં વચ્ચે એક તળાવ આવે છે તેને “લાડુસર” કહેવામાં આવે છે. પહાડની ઊંચી ટેકરી ઉપર એક વિશાળ શિલા ઉપર આ સ્થાન બનેલું છે. અહીં કરેડે મુનિએ સાધના કરી મુક્ત થયા હતા, તેથી તેનું નામ કોડ શિલા-કેટિશિલા કહેવામાં આવે છે. આ ટેકરી બહુ ઊંચી છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy