________________
જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૫૦ અષાડ વદિ ૭ ને શુક્રવારને છે. બંને મૂર્તિઓ ભુવનચંદ અને પદ્મચંદ્ર વગેરે કુટુંબ સમુદાયે મળીને ભરાવી છે. બીજા લેખમાં શ્રી ધર્મવસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બંનેના પ્રતિષ્ઠાયક આચાર્ય શ્રીભુવનચંદ્રસૂરિ છે.
આ પ્રાચીન પરિકમાં ગઠવેલી મૂર્તિઓ પાછળથી સ્થાપના કરી હોય એવી સંભાવના થાય છે.
નીચેના ભાગમાં બંને બાજુએ ખૂણામાં એકેક મેટી સુંદર કાઉસગિયા પ્રતિમાઓ છે. તે બંને ઉપર આ પ્રમાણે લેખે વંચાય છે –
(१) “ॐ ॥ स्वस्ति श्रोकोरंटकगच्छे श्रीपार्श्वनाथचैत्ये संवत् १३५४ वर्षे वैशाप शुदि २ सोमे प्राग्वाटनाति(तीय)व्य०. लक्ष्मणान्वये त्र्य० यशोराजपौत्रण व्य० यशोवीरपुत्रेण जगसीहजोलानुजे न देवसिंहसहितसंघपतियापनेन ]....श्रेयो) श्रीमहावीरमुख्य द्वादशबिंबपट्टकं कारित प्रतिष्ठितं.... ।
(२) ॐ ॥ स्वस्ति श्रीकोरंटकगच्छे श्रीपार्श्वनाथचैत्ये संवत् १३५४ वर्षे वैशाप शुदि २ सोमे प्राग्वाटज्ञाति(तीय)व्य० लक्ष्मण । यशोराजपौत्रेण यशोवीरपुत्रेण जगसीहोलानुजेन देवसीह....त व्य० संघपतियापनेन भगिनी होरूश्रेयो) श्रीआदिનાથા[િવિંan ad પ્રતિષ્ઠિતં]...............”
આ બંને લેખે એક જ વ્યકિતના છે. બંનેમાં મૂળનાયકનાં નામ ભિન્ન ભિન્ન છે અને જેના શ્રેય માટે તે ભરાવામાં આવી છે તે વ્યક્તિઓનાં નામ જુદાં જુદાં હોવાનું જણાય છે.
આ બંને કાઉસગિયા ખેરાલુ અને પાલનપુરની વચ્ચે (પાલનપુરથી ૧૪ માઈલ અને ખેરાલુથી ૧૧ માઈલ દરો આવેલા સલમકેટ નામના ગામથી ૫ માઈલ દૂર રહેલા જૂના સલમકેટથી અથવા તેની આસપાસની જમીન માંથી ડાં વર્ષો પહેલાં નીકળી આવ્યા હતા. ત્યાંથી લાવીને અહીં પધરાવવામાં આવ્યા છે. આ બંને કાઉસગ્ગિયાની વચ્ચે મૂળનાયકના સ્થાને એકેક મેટ ઊભી જિનમૂતિ બનેલી છે અને તે બંનેમાં મૂળ મૂર્તિની બંને બાજુએ તથા ઉપર થઈને બીજી નાની નાની અગિયાર–અગિયાર જિનમૂર્તિઓ બનેલી હોવાથી લેખમાં આને સાકવિ નામે ઉલ્લેખ કરે છે.
મૂળ ગભારાની આસપાસ પ્રદક્ષિણાપથ છે. તેમાં હવા-ઉજાશ માટે ત્રણ બારીઓ મૂકેલી છે. મૂળ ગભારા પછી ગૂઢમંડપ છે. આમાં એક ગોખલામાં મૂર્તિ છે. એ ગોખલે કેણે કરાવ્ય એ સંબંધે આપણને આબુના દેલવાડાના મંદિરના એક શિલાલેખને પુરા મળે છે.
વિ. સં. ૧૨૯ના વૈશાખ સુદ ૩ને દિવસે ઉત્કીર્ણ થયેલા આબુના લુણવસહી-શિલાલેખમાં વરહડીયાવંશીય શેઠ નેસડના કુટુંબના માણસોએ આવ્યું અને એ સિવાયનાં બીજ તીર્થો અને ગામમાં પણ મંદિર, મૂર્તિઓ, ગોખલા, દેરીઓ તથા જીર્ણોદ્ધાર વગેરે જે જે કરાવ્યું હતું તેને ઉલ્લેખ કરે છે. તેમાં તારંગા વિશે આ પ્રમાણે ઉલ્લેખ છે –
" श्रीतारणगढे श्रीअजितनाथगूढमंडपे श्रीआदिनाथ विच खत्तकं च ॥" –તારણગઢ ઉપર શ્રી અજિતનાથ (મંદિર)ના ગૂઢમંડપમાં શ્રી આદિનાથના બિંબથી યુક્ત ગોખલે કરા. આ શિલાલેખીય પુરા ઉક્ત સાલથી પૂર્વે મંદિર બંધાવ્યાની હકીકતને પણ પ્રમાણિક ઠરાવે છે.
મંદિરના રંગમંડપ ૧૯૦ ફૂટના ઘેરાવામાં છે અને ઘૂમટ અષ્ટભદ્ર અને પડશભદ્રવાળા આઠ સ્તંભ ઉપર ઊભે છે. આ સ્તંભની ઊંચાઈ ૧૫ ફીટ અને જાડાઈ ૮ ફીટની છે. પાછળથી કાળજીપૂર્વક મુકાયેલા બીજા ૧૬ સ્તંભે એને સહારે આપે છે. સમગ્ર મંદિરને સુરક્ષિત ટેકવી રાખવા માટે મંદિરની અંદર અને બહાર સો કરતાંયે વૃધુ સ્તની હારમાળા ઊભી કરેલી છે. તંભેની રચના સાવ સાદી છે. તેના નીચલા છેડે કુંભીઓ અને ઉપરના છેડે શિર મૂકેલાં છે. ઘમટમાં વિદ્યા અને દેવદેવીઓની નૃત્યપૂતળીઓ વિવિધ રંગામાં નાટયની વાદ્યસામગ્રી સાથે અંગમરેડને