SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તળાજા ૧૦૯ હતી એ જ આ તળાવ “ચિલણ તળાવડી' નામે ઓળખાય છે. આની પાસેની એક શિલા “સિદ્ધશિલા નામે પ્રસિદ્ધ છે. અહીંથી બે માઈલ દૂર ભાડવાના ડુંગરનું શિખર આવે છે. આ શિખર ઉપર શાંબ અને પ્રદ્યુમ્નકુમાર કેટલાયે મુનિવરે સાથે મેક્ષે ગયા હતા. તેમની એક દેરી છે. અહીંથી ચાર માઈલ દૂર સિદ્ધવડ (જૂની તળેટી) આવે છે. અહીં એક દેરીમાં આદિનાથ પ્રભુનાં પગલાં છે. અહીંથી પાલીતાણ ચાર માઈલ દૂર છે કે આ પ્રદક્ષિણા પૂરી થાય છે. (૩) બાર ગાઉની પ્રદક્ષિણા આ પ્રદક્ષિણા પાલીતાણુથી શરૂ થાય છે. પાલીતાણાથી દક્ષિણ-પૂર્વ તરફ માઈલ દૂર શેત્રુંજી નદીના જમણા કિનારે ભંડારિયા ગામ આવે છે. અહીં શ્રીમાળી શ્રાવકેનાં ૨૦ ઘર અને એક ઘર-દેરાસર છે. દેરાસરમાં આદિનાથપ્રભુની ત્રણ પ્રતિમાઓ વિરાજમાન છે. ભંડારિયાથી બે માઈલ દૂર “બોદાને નેસ” નામે ગામ આવે છે, જેનું પ્રાચીન નામ કદંબપુર છે. ગામમાં દક્ષિણ દિશાએ શ્રીમહાવીરસ્વામી ભગવાનનું બાવન જિનાલયવાળું વિશાળ મંદિર છે. આચાર્ય શ્રી વિજયનેમિસુરિજીના ઉપદેશથી આ મંદિર સં. ૧૯૮૯ માં બંધાવવામાં આવ્યું છે. અહીં વિશાળ જૈન ધર્મશાળા છે. તેની પાસે કદંબગિરિ નામે પહાડી છે, જે ગિરિરાજનું એક શિખર મનાય છે. આને ચડાવ લગભગ રા માઈલન છે. આ સ્થળે અનેક મુનિવરે મોક્ષે ગયાનું મનાય છે. ઉપર કદંબ ગણધરના નિર્વાણની જગાએ એક દેરીમાં શ્રી આદિનાથ પ્રભુ અને કદંબ ગણધરનાં પગલાં છે. દાના નેસથી બે માઈલ દૂર એક નામે ગામ આવે છે, જે શેત્રુંજી નદી ઉપર વસેલું છે. અહીં શ્રીમાલી શ્રાવકેનાં ૧૦ ઘર, જૈન ધર્મશાળા અને ૧ ઘર-દેરાસર છે. દેરાસરમાં આદિનાથ ભગવાનની નાની પણ સુંદર મૂર્તિ વિરાજમાન છે. અહી શેત્રુંજી નદીના ઉત્તર તટ પર ‘હસ્તગિરિ નામે નાની પહાડી છે. લગભગ અડધા માઈલને શકાય છે. એના શિખર ઉપર આદિનાથ ભગવાનની દેરીમાં પ્રાચીન સમયની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. કહેવાય છે કે, ભરત ચક્રવર્તીએ હાથીના મરણથી આ સ્થળે “હસ્તિગિરિ તીર્થની સ્થાપના કરી હતી. અહીંની યાત્રા કરીને ચેક, જાળિયા વગેરે ગામમાં થઈને પાલીતાણુ પાછા ફરતાં બાર ગાઉની યાત્રા પૂરી થઈ મનાય છે. આ ગિરિરાજની યાત્રાનું ફળ જેન શાસ્ત્રોમાં વર્ણવાયું છે, તે સંક્ષેપમાં આ ગાથા ઉપરથી સમજમાં આવી જાય એમ છે. अट्ठावय सम्मए, पावा चंपाइ उजितनगे य। . वंदित्ता पुष्यफलं सयगुणं तंपि पूंडरीए । –અષ્ટાપદ, સંમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ગિરનાર આદિ તીર્થોની વંદના કરતાં જે પુણ્યફળ મળે તે કરતાં સગણું પુણ્ય પુંડરીકગિરિને વંદન કરતાં મળે છે. આથી જ પ્રત્યેક જૈનના હૃદયમાં આ પવિત્ર ગિરિની યાત્રા કરવાનો ઉલ્લાસ રહ્યા કરે છે. - ૫૯. તળાજા (ા નંબરઃ ૧૬–૧૭૦૦) પાલીતાણાથી ૧૦ ગાઉ દૂર મટર કે ગાડારતે અને ભાવનગરથી રેલ્વે રસ્તે ૧૯ ગાઉં દૂ૨ તળાજા સ્ટેશન છે. તળાજન શાસ્ત્રીય ગ્રંથમાં “તાલધ્વજગિરિ નામ મળે છે. એની તળેટીમાં આવેલી શેત્રુંજી નદીના કિનારે ગામ વસેલું છે. -અહીં ૨૦ શ્રાવકનાં ઘર છે, ૨ઉપાશ્રયે અને બે મજલાની બે વિશાળ જૈનધર્મશાળાઓ મોજુદ છે, તેમાંની એક અજિમગજનિવાસી -બાબુ ધનપતસિંહજીએ સં. ૧૮૭રમાં બંધાવી છે. વળી, જૈન વિદ્યાથીઓનું એક છાત્રાલય વગેરે ઉપયોગી સંસ્થાઓ છે. ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી વિશાળ મંદિર છે. કહે છે કે, આ મંદિરના મૂળનાયક ભગવાનનાં દન ૧ ગાઉ દૂર આવેલા સખલાસર ગામના કળીને એક ખેતરમાં થયાં, ત્યારે અહીંના શ્રાવકને એની ભાળ મળતાં અહીં જિનાલય બંધાવી એ પ્રાચીન મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ગામથી પહાડને રસ્તે ૧ ફર્લોગ દૂર છે અને એને ચડાવ ના ગાઉને છે. આ પહાડની ઊંચાઈ ૩૨૦ ફીટ છે. પહાડ પર ચડવા માટે સુંદર પગથિયાં બાંધેલાં છે. શત્રુંજયની પંચતીથમાં આ પહાડની ગણના છે. અહીં શ્રીવાસ્તુપાલ-તેજપાલે શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું એવું પ્રમાણ જેન ગ્રંથ આપે છે. તે
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy