________________
૧૦
જૈન તીર્થ સર્વસંગ્રહ જૈન ગ્રંથોમાં ગંજય માહાતસ્ય વિશે અનેક હકીકત નેંધાઈ છે. અગાઉ જણાવ્યા મુજબ જેના આગમગ્રંથ જ્ઞાતાસૂત્ર” જેવા પ્રાચીન ગ્રંથમાંથી આ તીર્થ વિશે ઉલ્લેખ સાંપડે છે. પ્રાચીન આચાયોએ કેટલાયે શત્રુંજયક લખ્યા છે. શ્રીધનેશ્વરસૂરિએ તે “શત્રુંજયમાહાભ્ય” જેવા મોટા ગ્રંથની રચના કરેલી છે. એ બધી કૃતિઓને લક્ષ્યમાં રાખીને શ્રીજિનપ્રભસૂરિએ જે સંગ્રહ પિતાના વિવિધ તીર્થકલ્પ'માં કર્યો છે તેને સાર નીચે નેગે છે
શ્રી આદીશ્વર ભગવાનથી પ્રતિષ્ઠિત થયેલા આ પુંડરીક (શત્રુંજય પર્વતનું માહાભ્ય શ્રીઅતિમુક્તક કેવલીએ નારદ ઋષિ આગળ કહ્યું તેને સાર ઉદ્ધારતાં તેઓ કહે છે:
પુંડરીક નામના તપસ્વી કરડે મુનિઓ સાથે આ સ્થળે મુક્તિ પામતાં આ ગિરિ “પુંડરીક તીર્થ” નામે ખ્યાતિ પાસે. એ રીતે જુદા જુદા ષિઓએ પાડેલાં આ ગિરિનાં ૨૧ નામે તે પ્રાચીનકાળથી પ્રસિદ્ધ છે. પાછળથી એ નામોમાં વધારે થતું જ રહે છે. આ ગિરિનાં ઢક (ઢાંક), કદંબ (કદંબગિરિ), લાહિત્ય, તાલધ્વજ (તળાજા) અને
પર્દી એવાં પાંચ શિખરેમાં દેવેન વાસ છે. એટલું જ નહિ, તેમાં તે રસકૂપિકાઓ, રત્નોની ખાણ અને વિવિધ પ્રકારની ઔષધિઓની ગુફાઓ પણ છે. આ પાંચે શિખરેને મિથ્યાષ્ઠિઓએ કાળબળે હાથ કરી લીધાં છે. પ્રાચીન કાળમાં આ ગિરિની ઊંચાઈ ૮૦ એજન હતી, આજે ૧૨ એજનની છે. ભગવાન નેમિનાથને છેડીને શીષભદેવ વગેરે ૨૩ તીર્થકરે અને બીજા કેવળી ભગવંતે આ ભૂમિમાં આવ્યા હતા, જેમાંથી કેટલાયે ભગવંતે અહીં મુક્તિપદને પામ્યા છે. ' શ્રીભરત ચક્રવર્તીએ સેના-રૂપાની બાવીશ તીર્થકર મૂર્તિઓ બાવીસ દેવકુલિકાયુક્ત બનાવી હતી અને શ્રીત્રાષભદેવની મૂર્તિ સ્ફટિકની ભરાવી રત્નમય રમણીય ચેત્ય બંધાવ્યું હતું. વળી, બાવીશ તીર્થકરોની ચરણપાદુકાઓ અને લેખ્યમયી મૂર્તિઓવાળાં ચિત્યે તેમજ બાહુબલિ અને મરુદેવા માતાના સમવસરણયુક્ત પ્રાસાદો બંધાવ્યા હતા. વળી, નાનાં નાનાં સરેવ પાસે અને ગુફાઓમાં પણ દેવકુલિકાઓ સ્થાપી હતી.
અહીં સૂયશ, નમિ, દ્રાવિડ, વારિખિલજી, જયરામ, નારદ, પ્રદ્યુમ્ન, શાંબ, અષભદેવ ભગવાનના વંશજે– આદિત્યશાથી લઈને સગર સુધીના રાજાઓ, શેલક, શુક, પાંચ પાંડ વગેરે અસંખ્ય મુનિવરે સાથે સિદ્ધ થયા હતા.
આ પર્વત (તીર્થ)ના સંપ્રતિ, વિક્રમાદિત્ય, સાતવાહન, પાદલિપ્તસૂરિ, આમરાજા, દત્ત, વાગભટ્ટ વગેરેએ ઉદ્ધાર કરાવ્યા હતા. શ્રી જાવડ શાહે આ તીર્થની પ્રતિમાને ઉદ્ધાર (સં. ૧૦૮માં) કરાવ્યું, તે પછી તેરમા સિકામાં) અહીં “અનુપમાં સવર”ની રચના થઈ હતી. ભવિષ્યમાં પણ કલિકપુત્ર મેઘૉષ રાજા, વિમળવાહન વગેરે રાજાઓ આને ઉદ્ધાર કરશે. તે કચ્છેદ થતાં અષભકૂટ પ્રાસાદની પૂજા દેવતાઓ કરશે.
આ તીર્થમાં રહેનારા તિર્યચે પણ પાપથી મુક્ત થશે અને આ તીર્થનું સ્મરણ કરનારાઓને કોઈ પણ જાતને ભય આવી પડશે નહીં. અહીંના કષભદેવની મૂર્તિનું ધ્યાન કરનારને ઈચ્છિત સિદ્ધિઓ મળે છે. અહીં એક ઉપવાસ જેવું તપ કરવાથી ઘણું પુણ્ય થાય છે. બધીયે કલ્યાણક તીર્થભૂમિઓનું યાત્રાફળ શત્રુંજયને વંદન કરતાં મળે છે એટલું જ નહિ, પણ એ તીર્થભૂમિની યાત્રા કરતાં આ તીર્થભૂમિની યાત્રાનું ફળ ગણું વધારે છે. વળી, અહીં પૂજા કરતાં પ્રતિમા ભરાવનારનું પુણ્ય સે ગણુ, ચિત્ય બંધાવતાં હજારગણું અને તેથીયે અનંતગણું પુણ્ય તે પ્રભુની આજ્ઞા પાળવામાં રહેલું છે. ગમે તે પાપી માણસ પણ અહીં શુદ્ધ અને પવિત્ર થઈ શકે એવું આ તીર્થનું સામર્થ્ય છે.
બાહડે આ મંદિરને (તેરમા સૈકામાં) ઉદ્ધાર કરતાં ત્રણ કરેડમાં ત્રણ લાખ ઓછી સેનામહે અહીં ખરચ કરી હતી. વિ. સં. ૧૦૮માં મધુમતી (મહુવા)ના રહેવાસી શ્રેણી જાવડિશાહે શ્રીરસ્વામીથી આ તીર્થનું માહાતમ્ય સાંભળી મમ્માણીય મણિવાળા પહાડના તિરસ રત્ન વડે આ મંદિરની મૂર્તિ ભરાવી ઉદ્ધાર કર્યો હતે. (આ રત્નમૂર્તિ કઈ રીતે ઘડાવી એની ચમત્કારિક ઘટના પણ વિસ્તારથી આમાં સેંધી છે.) એ પછી બીજા વર્ષે બેહિત્યે (બીદ્ધ દર્શનીએ?) અહીં આવ્યા હતા.
ઈવાકુ અને યાદવકુળના અનેક મનુષ્ય અહીં મુક્ત થયા. પાંચ પાંડવો અને માતા કુંતી એ છયેની લેખ્યમયી મતિઓ અહીં વિરાજે છે. અહીં રાયણનું અદ્ભુત વૃક્ષ છે. અહીં સત્યપુર, અષ્ટાપદ, નંદીશ્વર, સ્તંભનક, ઉજજયંત વગેરે તીર્થોના અવતારે (રચના) છે. બીજા શિખર ઉપર શ્રીશ્રેયાંસનાથ પ્રભુ, શાંતિનાથ પ્રભુ, નેમિનાથ પ્રભુ અને