________________
તેમાં [૧] શહેરના મધ્યભાગમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. સં. ૧૮૧૭માં દીવનિવાસી શેઠ રૂપચંદ ભીમસિંહે બંધાવ્યું છે. [૨] શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર સં. ૧૮૫૦માં સુરતનિવાસી શેઠ હીરાચંદ ધર્મચંદ ભણશાળીનાં ધર્મપત્ની શ્રીહેમકુંવર શેઠાણીએ ઘર-દેરાસર તરીકે બંધાવ્યું હતું, તેને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નવેસર બંધાવી સં. ૧૯૦ના જેઠ સુદિ ૧૧ ના રોજ પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે. આ મંદિરમાં પ્રતિષ્ટિત ત્રણ મતિઓ પૈકી એક ધોલેરાથી લાવવામાં આવી હતી જ્યારે બીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાઓ શત્રુંજયગિરિ ઉપરના શ્રીમનાથ ભગવાનના ચેરીના મંદિરની ભીંતમાંથી નીકળી હતી તે વિદ્યમાન છે. આ ત્રણે મૂર્તિઓ દર્શનીય છે. [૩] શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર દરબારગઢની બાજુમાં યતિવર્ય શ્રીકરમચંદજીના વિશાળ ડેલાની અંદર મેડી ઉપર આવેલું છે. સં. ૧૯૫૦માં બંધાયું છે. તેની વ્યવસ્થા યતિવર્ય શ્રીલક્ષ્મીચંદજી કરે છે. [૪] શેઠ નરશી કેશવજીની ધર્મશાળામાં આવેલા શ્રીચૌમુખજીના મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૨૧માં થયેલી છે. પિ શેઠ નરશી નાથાની ધર્મશાળામાં મોટા દરવાજા પાસેની મેડી ઉપરના શ્રીચંદ્રપ્રભુજીના મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૨૮માં થયેલી છે. [૬] શ્રી વીરબાઈ પાઠશાળાના અંદરના ભાગમાં શેઠ કેશવજી નાયકનાં ધર્મપત્ની વીરબાઈએ સં. ૧૯૫૪માં શ્રી મહાવીર ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે. ૭] શેઠ તી સખિયાની ધર્મશાળામાં શ્રી આદીશ્વર ભગવાનના શિખરબંધી મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૪૮માં થયેલી છે. [૮] શ્રીકંકુબાઈની ધર્મશાળામાં મેડી ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. આ ધર્મશાળા પાસે એક ચેતરા ઉપર બે દેરીઓ છે. તેમાં ત્રણ ચરણ પાદુકાઓ છે. પહેલાં અહીં એક રાયણ વૃક્ષ હતું. આ સ્થળ જૂની તળેટી હેવાનું કહેવાય છે. [૯] સુરતનિવાસી શેઠાણી જસકુંવરે સં. ૧૯૪૯માં ધર્મશાળા બંધાવી તેમાં એક શિખરબંધી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પણ સાથે જ કરાવ્યું છે. ૧) હકનનિવાસી શેઠ માધવલાલ ગડ બાબએ સં. ૧૯૫૮માં એક ધર્મશાળા બંધાવી તેમાં શ્રીમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર પણ કરાવ્યું છે. [૧૧] ગરજીની વાડીમાં શ્રી ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનદત્તસૂરિની ચરણપાદુકાઓ પ્રતિષ્ઠિત છે. હાલમાં જ એક મોટું મંદિર પણ બંધાવવામાં આવ્યું છે. [૧૨] યશેવિય જૈન ગરકળમાં શ્રીમતિનાથ ભગવાનનું દેરાસર છે. તેમાં એક કળામય સિંહાસન છે, જે પ્રાચીન કારીગરીની ઝાંખી કરાવી રહ્યું છે. વળી. વિદ્યાધિષ્ઠાત્રી સરસ્વતી દેવી, પ્રખર તાર્કિક ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ અને ગુરુકુળના સંસ્થાપક શ્રીચારિત્રવિજયજીની સુંદર મૂર્તિઓને જોતાં જ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂપ ત્રિવેણી સંગમનું ભાન જાગૃત થઈ આવે છે. [૧૩] તળેટીના રસ્તે જેન બાલાશ્રમમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
કરછી રણસિંહ દેવરાજની ધર્મશાળા પાસેની એક પ્રાચીન દેરીમાં શ્રીઆદીશ્વર ભગવાનની ચરણપાદુકાએ સ્થાપેલી છે. આજે જેનું નામનિશાન રહ્યું નથી એવું “લલિતાસાગર ” સરેવર, મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે આ સ્થળે બંધાવ્યું હતું એમ કહેવાય છે. કેઈની માન્યતા છે કે, ધાંધારના ઘાટ ઉપર સ્મશાનથી ઘેડે દૂર આજે જ્યાં એક દેરી ઊભી છે, એ સ્થળે લલિતાસાગર' સરવર લહેરાતું હતું.
યાત્રીઓ આ નગરભૂમિનાં પવિત્ર સ્થળનાં દર્શન કરી, રસ્તા પરની ધર્મશાળાઓ વટાવી, ગિરિરાજની તળેટીના માગે વળે છે. છેલ્લી નાહર બિલ્ડીંગ પાસેથી પચાસ કદમ દૂર એક ઊંચા ઓટલા ઉપર ઘૂમટવાળી શ્રી કલ્યાણવિમળની દેરી દેખાય છે. આ કલ્યાણવિમલજીએ રાયબાબુ સીતાપચંદજી નહારના દાદાને ઉપદેશ આપી તળેટીમાં યાત્રાળુઓને ભાતુ આપવાની શરૂઆત કરાવી હતી, જે સ્થળ આજ સુધી “ભાતાતળેટી”ના નામે ઓળખાય છે.
એ મગે આગળ જતાં રાણાવાવ, મેઘમુનિને સ્તૂપ, જેનનગરનું વિશાળ મેદાન પસાર કરી યાત્રીઓ ભાતાતળેટીના વિશ્રામસ્થળમાં આવી પહોંચે છે.
અમદાવાદના નગરશેઠ શાંતિદાસના ભાઈ શેઠ સુરદાસના પુત્ર શ્રી લક્ષ્મીદાસે અહીં નજીકમાં સં. ૧૬પ૭માં એક “સતી વાવ બંધાવેલી તે વિદ્યમાન છે. વળી, આગમ દ્વારકા શ્રીસગરાનંદસૂરીશ્વરજીના ઉપદેશથી જામનગરનિવાસી શેઠ પોપટલાલ ધારશીભાઈ એ ભવ્ય અને કળામય “દેવરાજ શાશ્વતજિનપ્રાસાદ શ્રીવર્ધમાન જૈન આગમમંદિર * બંધાવી સં. ૧૯૯૯ ના મહા વદિ ૧૦ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે. આ મંદિરમાં ૪૫ જેન આગમો શિલામાં કંડાર્યા છે ને દેવભવનમાં શ્રીચૌમુખજીની રમણીય સ્મૃતિઓ બિરાજમાન કરી છે. બાજુમાં ગણધર મંદિર છે, જે જામનગરનિવાસી શેઠ અમૃતલાલ કાલિદાસે બંધાવ્યું છે. તેમાં ગણધરની સુંદર પ્રતિમાઓ વિરાજમાન છે: