SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ -વડાલી ૨. બીજું ટેકરા ઉપર આવેલું શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર પ્રાચીન છે પણ જીર્ણોદ્ધાર સમયે એના વિસ્તારને ટુંકે બનાવી દઈ નવેસર ઘૂમટબંધી મંદિર બનાવ્યું છે. આજુબાજુએ વડે વાળી લઈ જમીન આંતરી લીધી જે. છતાં પૂર્વ તરફનો ટેકરે પ્રાચીન કાળે દેવળને જ ભાગ હેય એમ જણાય છે. મંદિર દક્ષિણ દ્વારનું છે પણ પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં છે. પ્રવેશદ્વારમાં છૂટે એસાર બનાવે છે. “પુરાતન બ્રહ્મક્ષેત્ર” (પૃ: ૫)માં જણાવ્યું છે કે, “દિગંબર મતના દેવાલય અગાઉ ઘણાં હતાં. તેમાં બાવન જિનને પ્રાસાદ લાખો રૂપિયાના ખરચે બંધાવેલું હતું. હાલમાં એનાં દેવાલ અને પ્રાસાદનાં ખડેરે છે. આ હકીક્ત ઉપરથી જણાય છે જૂના વખતમાં અહીં ઘણાં જેન દેવળ હતાં. હાટકેશ્વરના સ્થાનનું બાંધકામ તદ્દત બનાવટી લાગે છે. આજુબાજુને પાયે હોવા છતાં વચ્ચેથી ચણને મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાપના તદ્દન પાછલા કાળની છે. આ દેવળનું શિલ્પકામ સાદું છે. દેવળના પ્રવેશદ્વારની બહાર ઊંચા ટેકરા ઉપર ખડકેલા સઘળા પથ્થરો આ પ્રાચીન દેવળના દેવં સાવશે છે. તેના ઉપર ચડીને આ દેવળમાં દાખલ - ઘવાય છે. આ દેવળની આજુબાજાનો પ્રાચીન ચોક અને થોડું બાંધકામ નજરે પડે છે એ ઉપરથી અનુમાન થાય છે કે અગાઉ આ મોટું જૈન દેવળ હશે. ગામથી માઈલ દૂર અંબામાતાનું દેવળ છે. દેવળના ઉત્તર તરફની દીવાલ ૧૩ ખડેમાં વહેંચાયેલી છે, જે ધર્મશાળાનું રૂપાંતર પામી છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફની દીવાલોનું નામનિશાન રહ્યું નથી, ત્યાં નવું ચણતર કરીને નવા ખડે પાડવામાં આવ્યા છે, જેમાં મંદિરના વહીવટની ગોઠવણ કરેલી છે. આ પ્રાચીન દેવળમાંથી છૂટા પડેલા પથ્થરે જેમાં તેર, દેવીઓ, માનવાકૃતિઓ, વ્યાધ્રમુખ વગેરે મંદિરના ભાગે પગથિયાં અને એકમાં જ્યાં ત્યાં જડી દીધેલા છે. દેવળની પાછલી દીવાલે આવેલા માનસરોવરના આરાના પગથિયામાં પણ આ પુરાણ મંદિરના અવ. -શે ચડેલા જોવાય છે. આ બધા અવશેનું પુરાતાત્વિક દૃષ્ટિએ અવલોકન કરનારને તરત સમજાય તેવું છે કે આ વિશાળ ચોકવાળું દેવળ અગાઉ જેનું બાવન જિનાલય હશે; જેના આ તુટેલા ભાગોને આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. માતાનો મહિમા ગાનાર કહે છે કે, આ મંદિરને વ્યવસ્થિત કરવાની શરૂઆત કરવામાં આવી અને પૂર્વ દ્વાર પાસેને ભાગ ખેદી કાઢવામાં આવ્યું ત્યારે કેટલીક મૂર્તિઓ મળી આવી હતી જેની સાથે આ અંબિકાદેવીની મતિ પણ મળી આવી હતી. આ હકીકતથી એવું અનુમાન કરવાને કારણ મળે છે કે પહેલાં આ મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું હશે જેમની શાસનાધિષ્ઠાયિકા અંબિકાદેવીની મૂર્તિ બીજી મૂર્તિઓ સાથે મળી આવી. મૂળ દેવાલય આશરે ૩૦ ગજની જમીન રોકે છે. દેવળમાં કે પ્રાચીન કામ નજરે ચડે એવું રહેવા દીધું નથી. મૂળ દેવળમાં બ્રાહ્મણ પૂજારીઓ સિવાય બીજાને પ્રવેશ કરવા દેતા નથી. માતાની સ્થાપના પાછળ કંઈક ભાગ ખાલી છડી દેવામાં આવ્યું છે જે એના બનાવટી ચણતરને બતાવી આપે છે. ગામથી માતાએ જતાં અદિતિ વાવ આવે છે, જેમાં સં.૧૨૫૬ ને લેખ હેવાનું અગાઉ નિદેશ્ય છે. આ સુંદર વાવ અહીંની પ્રાચીનતાને નમૂને છે. ૫૧. વડાલી (કઠા નંબરઃ ૧૩રપ-૧૩૨૬) વડાલીનું પ્રાચીન નામ વાટાપલી હતું એવું શિલાલેખમાંથી જાણવા મળે છે. સં. ૧૨૭૫ ને પ્રતિમાલેખ, ૨ નીચે' નાંધવામાં આવ્યા છે તેમાં આ ગામને નિર્દેશ હોવાથી આ ગામને એથીયે પ્રાચીન બતાવી રહ્યો છે. શિલાલેખેને આધારે “વટપલ્લી ગચ્છનો ઉલ્લેખ મળે છે, તે શું આ ગામના નામ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો હશે ? જો એમ હોય તે મારવાડમાં આવેલા નાના ગામના મંદિરમાંની એક મૂર્તિને લેખ સં. ૧૧૯ આ પ્રમાણે મળે છે –
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy