SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઇડર -ઈડરગિરિ ઉપર ચોલુક્યનરેશે (કુમારપાલે) બનાવેલા મંદિરમાં પ્રથમ જિનેશ્વરને સ્થાપન કર્યા. શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “ઇડરના કષભદેવસ્તવન માં શ્રી કુમારપાળે આ મંદિર બંધાવ્યાનું સ્પષ્ટ જણાવ્યું છે. આથી સંપ્રતિ રાજાએ આ મંદિર કરાવ્યાની હકીકતને બીજા સબળ પુરાવાની જરૂર રહે જ છે. શ્રી મુનિસુંદરસૂરિએ તેના જીર્ણોદ્ધારક તરીકે ગેવિંદ શ્રેષ્ઠીનું નામ પણ આપ્યું છે. એ પછી ચંપક શ્રેષ્ઠીએ ઉદ્ધાર કરાવ્યા ‘ઉલ્લેખ શ્રીહેમવિમલસૂરિના શિષ્ય અનંતસે રચેલી “ઈલા-પ્રાકાર-ચૈત્યપરિપાટીમાં કરેલું છે અને તે પછી છેલ્લે ઉદ્ધાર હમણાં જ શ્રીસંઘે કરાવ્યું છે. કુમારપાલનરેશે “ શત્રુંજયાવતાર રૂપે મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની સ્થાપના કરી, રાયણવૃક્ષની પણ રચના કરેલી હતી. આ મંદિર “રાયપાલવિહાર”નામે પણ ઓળખાતું હતું. ગેવિંદ શ્રેષ્ઠીએ કરેલા ઉદ્ધાર સમયે પણ મૂળનાયક શ્રી ભદેવ ભગવાન જ હતા અને સત્તરમા સૈકામાં થયેલા ઉદ્ધાર પછી શ્રીવિજયદેવસૂરિએ જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે તેમણે શ્રીષભદેવ ભગવાનની સ્થાપના કરી હતી એ ઉલ્લેખ મળે છે : " इयदराख्यनगरे, स्वावतारेण सुन्दरे । प्रतिष्ठात्रितयं चक्रे. येन सूरिघु चक्रिणा ॥ जीर्णे श्रीमधुगादीशे, यवनैव्यङ्गिते सति । तत्पदे स्थापितो येन, नूतनः प्रथमप्रभुः ॥४ આ ઉપરથી જણાય છે કે, શ્રીત્રષભદેવના જીર્ણપ્રાસાદને તથા મૂર્તિને યવનેએ બાધા કરેલી તેથી શ્રીવિજયદેવસૂરિએ -નવા શ્રી ઋષભદેવ પ્રભુની સ્થાપના (સં. ૧૬૮૧ લગભગમાં) કરી. ૧. આજે આ મંદિરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજમાન છે. સંભવતઃ શ્રીસંઘે કરેલા છેલા ઉદ્ધાર વખતે મૂળનાયકને ફેરફાર કર્યો હશે. છેલા ઉદ્ધારમાં મૂળ ગભારાની પીઠ, પખાસણું, ફરતી દીવાલો, શિખર, છજાઓ, ગભારા, ગૂઢમંડપ, બારણું પરની કુંભી, થાંભલા, સરૂ, કમાને. બે ચેકીઓની બારશાખે, અગાસી અને ફરશ વગેરે બધા જીર્ણ ભાગને નવેસર કરાવ્યા છે. આ જીર્ણોદ્ધારથી અલબત્ત, આખુંયે મંદિર દેવવિમાન સમું દેખાય છે. મૂળ દેવળને સુધારવાનું કામ જોતાં તદ્દન નવું મંદિર લાગે છે. ઉદ્ધાર કરાવનાર સંઘના અગ્રણીઓનું કહેવું છે કે જે રચના પ્રાચીન કાળે હતી તેવી જ રચના આમાં રાખવાની કોશીશ કરી છે પણ પ્રાચીન ભાગ્યે જ રહેવા દીધી છે, કાઢી નાખેલા પ્રાચીન કારીગરીના નમૂના કે શિલાલેખો પણ જળવાયા નથી. મૂળ દેવળની પશ્ચિમ બાજીની મોટી દેરીનું બારસાખ અને ગર્ભાગારનું પ્રાચીન બારસાખ કારીગરી અને દેખાવમાં સરખાં હતાં, ત્યારે બહારની ભીંતેમાંની કેર એની અસલ પ્રાચીનતાનું ભાન કરાવે છે. ભીંતોમાં જુદા જુદા પ્રાણીઓના થરો અને દેવદેવીઓની રચના આલેખી છે તે પ્રાચીન છે.. આજે આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, ખુલ્લો સભામંડપ, ચારે બાજુએ નાની–મેટી ઘૂમટબંધી સરખા પ્રમાણુની બાવન દેરીઓ, સમુખ પુંડરીકજીની દેરી, શૃંગારકી અને કોટયુક્ત શિખરબધી રચનાવાળું છે. મંદિરની લંબાઈ–પહેળાઈ ૧૬૦ x ૧૨૫ ફીટ અને ઊંચાઈ ૫૫ ફીટની છે. આ મંદિરની પાસે ખડકની અંદર ત્રણ ગુફાઓ સાથે છે. બીજું રણમલની ચીકીનું મંદિર કંઈક જીર્ણ હાલતમાં ખાલી ઊભું છે. આ મંદિર નાનું છતાં સમરસ રચનાવાળું રમણીય અને ભવ્ય લાગે છે. મૂળગભારો, ગૂઢમંડપ અને સભામંડપ, ભમતી સહિત શિખરબંધી હતું. તેની લંબાઈ પહોળાઈ ૩૭૫ ૪ ૩૪ ફીટ અને ઊંચાઈ ૧૬ ફીટ છે. આજે સભામંડપ અને શિખર પડી ગયું છે. આખુંયે સફેદ પથ્થરથી બનેલું છે. મૂળગભારામાં પબાસણ ઉપર ત્રણ મૂર્તિઓ લેવાની નિશાનીઓ જેવાય છે. આજે અહીં મૂર્તિઓ નથી. દરવાજાની ઉપર શ્રીજિનેશ્વર ભગવાનની મંગલમૂતિ જોવાય છે અને તેની ઉપર બને છેડે સ્તંભની નજીક એકેક કાઉસગિયા મૂર્તિઓ વિદ્યમાન છે. મંદિરની પછીતે પૂર્વ તરફની બહારની દીવાલમાં તીર્થકરની મતિ કેતરવામાં આવી છે. એ સિવાય બીજા દેવ-દેવીઓની મૂતિઓ પણ જોવાય છે. અંદરની ભીતે તથા પ્રદક્ષિણા પથમાં કરેલી કરણી રંગબેરંગી હોય એમ દીસે છે. વરસાદથી કેટલોક ભાગ ખવાતો જાય છે. ખરેખર, આ સંદર ૪. “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય” (રચના સં. ૧૬૮૮) પ્રશસ્તિપ્લેક: ૧૪, ૧૫. ' 4. “Revised lists of Antiquarian Remains in the Bombay: Presidency " - Henry Cousens, : 1897, P. 236:
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy