________________
જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રશસ્તિ મળી આવે છે. એની સાક્ષીરૂપે અહીં એક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથને ભંડાર મોજુદ છે. અહીં કેટલાયે મુનિવરેને પદવી પ્રદાન થયાં છે. શ્રીસેમસુંદરસૂરિએ શ્રીજયચંદ્ર વાચકને સૂરિપદ આપ્યું ત્યારે અહીંના રાજમાન્ય શ્રેણી ગેવિંદે ભારે મહોત્સવ કર્યો હતો. આ શ્રેણીઓ અહીંના ગઢ ઉપરના મંદિર અને તારંગા તીર્થ ઉદ્ધાર કરાવ્યો હતો. એ સિવાય, શ્રીલક્ષ્મીસાગરસૂરિએ શ્રીસુમતિસાધુને આચાર્યપદવી અહીં આપી હતી, એ સમયે શ્રીપાલ કોઠારીએ તેમના ભાઈ સહજપાલ સાથે ખૂબ દ્રવ્યવ્યય કર્યો હતો. આ શ્રેષ્ઠીઓ ઉપરાંત બીજા વીસલ, સહજૂશાહ, ઇશ્વર ની વગેરે અનેક શ્રેષ્ઠીઓ અગ્રગણ્ય હતા. એથી જ પૂર્વોત “ચત્યપરિપાટીકારે કહેલું “ધરમ ધનવંત અચ્છ, જિહાં લોક નિવાસી કથન સાર્થક બને છે. ઈડરનરેશ નારાયણની સભામાં શાંતિચંદ્ર ઉપાધ્યાય જેવા તાર્કિક વિદ્વાને દિગંબર ભટ્ટારક વાદી જૂષણને પરાસ્ત કરી જયપતાકા ફરકાવ્યાની ઘટના પણ ઈતિહાસના પૃષ્ઠોમાં અંકાયેલી છે.
ઉપર્યુક્ત ઉલ્લેખથી જણાય છે કે આજનું ઈડર સેળમા સૈકા પછી કોઈ કાળે વસ્યું હશે. આજના ઈડરમાં જેનેનાં ૮૦ ઘરો છે, ૪-૫ ઉપાશ્રયે છે ને પાંચ જેન મંદિર શોભી રહ્યાં છે ૧. શ્રખરતરગચ્છવાળાના મંદિરમાં શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક છે. તેમાં મૂળગભારે, જાળીભરેલે
સભામંડપ અને ઉપર ધાબાબંધી રચના છે. ૨. બીજું પણ મૂળનાયક શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર જૈન સંઘે બંધાવેલું છે. તેમાં પણ લગભગ ઉપર્યુક્ત - મંદિર જેવી રચના છે. ૩. પારેખવાડાનું મંદિર શિખરબંધી છે. તેમાં જુદા જુદા પાંચ ગભારા છે. તેમાં બે ગભારા ભમતીમાં અને બે
ઉપર છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન છે.
આ મંદિરની પાછળ એક ઉપાશ્રય છે. છૂટી પરસાલ અને વિશાળ ચોક છે. ૪-૫ ડેલ મહોલ્લામાં આવેલાં બે મંદિરો ધાબાબંધી સામાન્ય રચનાવાળાં છે.
અહીં એક વિશાળ દિગંબર જૈન મંદિર છે. એની રચના જોતાં અસલ એ શ્વેતાંબરીય મંદિર હોય એમ લાગે છે.
અહીંથી પશ્ચિમ તરફ ૧-૨ માઈલ દૂર ખડકવાળી ટેકરી ઉપર “રાજચંદ્ર વિહાર' નામનું સ્થળ છે. તેમાં એક નાનું મંદિર અને સ્વાધ્યાયમંદિર વગેરે છે. યાત્રીઓને માટે રહેવાની બધી સગવડ રહે છે. આ સ્થળે જુદી ટેકરી ઉપર શ્રી ચંદ્રપ્રભ ભગવાનની દેરી છે. શ્રીમદ્ રાજચંદ્ર આ સ્થળે આવ્યા હતા તે ક્ષેત્રસ્પનાના સ્મરણરૂપે તેમના ભક્તોએ આ સ્થળની રચના કરી છે.
નગરથી મા માઈલ દૂર ગઢ છે ને તળેટીથી ૧ માઈલને ચડાવ છે. વચ્ચે વિસામાઓ આવે છે. પહાડ ઉપર જૈન ધર્મશાળા છે અને એક ભવ્ય તેમજ વિશાળ બાવન જિનાલય મંદિર દીપી રહ્યું છે. આ મંદિરની પ્રાચીનતા વિશે એક જૂની ગુજરાતી “પટ્ટાવલી'માં આ પ્રકારે ઉલ્લેખ મળે છે:
સંપ્રતિ રાજા ૪૪ પુનઃ સાદે શ્રીરાંતિનાથનો પ્રારા વૈવ નિપનાવો ” આ સંપ્રતિ વીરનિર્વાણ સંવત્ ૨૮૫ વર્ષ થયા એટલે આ ઉલેખ પ્રમાણે આ ગઢ અને તે પરનું જૈન મંદિર લગભગ ૨૨૦૦ વર્ષ જેટલાં પ્રાચીન ગણાય. પરંતુ સં. ૧૨૧૦ થી ૧૨૭૭ ના ગાળામાં કુમારપાલના સમયમાં જ વિદ્યમાન ખરતરગચ્છીય શ્રીજિનપતિસૂરિએ બનાવેલી “તીર્થમાળામાં આ પ્રમાણે જણાવ્યું છે –
__" इडगिरी निविष्ट चौलुकयाधिपकारितं जिनं प्रथमम् ॥" ૧. સેમસૌભાગ્યકાવ્ય' સર્ગ : ૭, શ્લોકઃ૨. એજનઃ સર્ગઃ ૭, શ્લોક : ૧૦ ૩. “રામનારાયણ રાજસભાઈ ઈડર નયર મઝારિ રે, વાદી ભૂષણ દિગપટ જીતી પાસે જય જયકાર રે.”
–શ્રીઅમરચંદ્ર કવિકૃત “કુલધ્વજરાસ” કહીઃ ૫.