SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ આમાં ઉલ્લેખાયેલે વૈરિંગણ, જેમાંથી વેરિશાખા ઉભવી, તેને ઉલ્લેખ “કલ્પસૂત્રમાં આ પ્રકારે આવે છે – ___ " थेरहितो गं अजवइरेहितो गोयमसगुप्तेहितो इत्थ णं अजवइरीसाहा निग्गया ॥" આથી રિગણુના શ્વેતાંબરાચાર્યે આ મૂર્તિની પ્રતિષ્ઠા કર્યાનું સિદ્ધ થાય છે. એટલે વેરિશાખા ઉદ્ભવી તે પહેલાં– સંભવત: શ્રીવાસ્વામીની વિદ્યમાનતામાં વીર નિ સં૦ ૫૮૪ પહેલાં આ મૂર્તિ બની હશે એમ લાગે છે. અર્થાત્ ઈ. સના પહેલા સૈકા લગભગમાં આ મૂર્તિ ભરાવી એમ માની શકાય. આ રીતે ગુજરાતમાંથી મળી આવેલી જેન મૂર્તિઓમાં આ મૂર્તિ સૌથી પ્રાચીન ગણાય. ગુજરાતની સાંસ્કૃતિક સંપત્તિને આ નમૂને બધાં શિપમાં અદ્વિતીય અને મથુરાનાં પ્રાચીન શિલ્પની જડને ગણવાય. . આ શિલાલેખ અને શાસ્ત્રીય શિલ્પવિધાન સ્પષ્ટ હોવા છતાં આ મૂર્તિને બોદ્ધ મૂર્તિ કહેવી એ ખરેખર, બ્રાન્તિની પરાકાષ્ટા જ સૂચવે છે. (૨) બીજી મૂર્તિ ચાર ટેકા ઉપર રહેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની છે. મનહર સસ ફણાવલીવાળા સર્ષાસન ઉપર કમળ ચક્રમાં પ્રભુની મૂતિ શોભી રહી છે. નીચે બંને બાજુએ બીજી હારમાં વાઘ અને સિંહ આલેખ્યા છે, મધ્યમાં વિશાળ વટવૃક્ષને દેખાય છે. આસન નીચે અર્ધ સર્પાકાર મૂર્તિઓ ધરણેન્દ્ર અને પદ્માવતીની છે, જ્યારે ઉપરની મૂર્તિએ માનવાકૃતિની જણાય છે. આથી તેઓ ભકત શ્રાવક-શ્રાવિકા હોય એમ માની શકાય. એ આકૃતિઓના હાથમાં પૂજાની સામગ્રી હોય એમ લાગે છે. (2) ત્રીજી મતિ ભગવાન મહાવીરસ્વામીની હોય એમ જણાય છે. સમવસરણમાં અવસ્થિત ભગવાનની નીચે બીજા વિભાગમાં એક તરફ સિંહાકૃતિ છે. પહેલી હારમાં નવ આકૃતિઓ ઊભી છે તે અગિયાર ગણધરના નવ ગણુની સૂચક હશે. મૂર્તિની જમણી અને ડાબી બાજુએ મૂર્તિને ભરાવનારા શ્રાવક-શ્રાવિકાનાં સ્વરૂપ હોય એમ લાગે છે. (૪) ખંડિત થયેલી આ મૂર્તિના ખભા ઉપર લટાઓ દેખાય છે તેથી એ રાષભદેવની મૂર્તિ હોય એમ મનાય. મૂર્તિની નીચે ડાબી બાજુએ દેવ કે મનુષ્યની આકૃતિ છે. તેની પાસે સૂતેલાં બે માનવીઓનાં રૂપ જણાય છે. સંભવતઃ ભગવાન સમીપે પંડિત મરણનું સ્વરૂપ આમાં સૂચવેલું હશે એમ લાગે છે. પ્રાચીન કેટના મંદિર પાસેથી અજિતનાથ ભગવાનની ખંડિત મેટી મૂર્તિ નીકળી આવી છે એ ઉપરથી પણ અગાઉ નીકળેલી ચારે મૂતિઓ જેન હોવાનું સિદ્ધ થાય છે. • આ સિવાય બીજી કેટલીયે ખંડિત અને અખંડિત મૂર્તિઓ અહીં છે, તેમાં તીર્થકર મૂર્તિઓ, ઈંદ્ર-ઇંદ્રાણ, દેવ-દેવીઓ, યક્ષચક્ષિણીઓ, પુરુષ-સ્ત્રી આદિની આકૃતિઓ છે. આ બધાં અવશે અહીંના કે પ્રાચીન વિશાળ જૈન મંદિરનું સૂચન કરે છે. એ દેવળ આજે તે ભૂગર્ભની વસ્તુ બની ગયું છે, છતાં મળી આવેલી આ પ્રાચીન સામગ્રી આપણું સાંસ્કૃતિક અભ્યાસમાં અને પ્રકાશ પાડવામાં મદદગાર બને એવી તે છે; એથી જ આ બધાં અવશેનું શાસ્ત્રીય દષ્ટિએ નિરીક્ષણ કરી તેની માહિતી પ્રગટ કરવી જરૂરી છે. અહીં શ્રીપદ્મપ્રભુસ્વામીનું નવું બનેલું ઘૂમટબંધી મંદિર છે. લગભગ ૨૦૦ શ્રાવકની વસ્તી, ૧ ઉપાશ્રય અને ૧ ધર્મશાળા છે. અહીં ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના છે. તેની બાધા-માનતા ઉતારવા ઘણું યાત્રાળુઓ અહીં આવે છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy