SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ, વિશાળ મંદિર ઊભું છે. મૂળગભારે જોધપુરી લાલ પથ્થરનો અને રંગમંડપ મકરાણના પથ્થરથી બનાવેલ છે. તેની આસપાસ ચારે તરફ ધર્મશાળા બનાવીને કંપાઉંડ વાળી લીધું છે. મંદિરની બાંધણી એકંદરે શાસ્ત્રીય પદ્ધતિ. અનુસાર કરેલી છે. સં. ૨૦૦૨ના વૈશાખ સુદિ ૧૦ ના રોજ મેટા ઉત્સવપૂર્વક આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજીના હસ્તક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ૪૬. મહુડી (કે નંબર ઃ ૧૨૪૬) આ પીલવાઈડથી બે માઈલ દૂર અને વિજાપુરથી અગ્નિખૂણે આશરે ૩ ગાઉ દર મહુડી નામે ગામ છે. એનું પ્રાચીન નામ “મધુમતી” હતું એમ કહેવાય છે. કહે છે કે મહુડી અને તેની પાસે આવેલું કટ્ટારક સ્થાન પ્રાચીન કાળે ખડાયત નામે ઓળખાતું હતું. એ ઘણું વિશાળ હતું. અહીં ગધેસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. આથી આ નગર બે હજાર વર્ષથી પ્રાચીન હોવાનું મનાય છે. એનું સંસ્કૃત નામ ખડાયતન. ત્રંબાવતી નામે પણ એ ઓળખાતું હતું. ખડાયત નગરમાંથી જ ખડાયતા બ્રાહ્મણ અને ખડાથતા વણિકની ઉત્પત્તિ થયેલી છે. ખડાયતા વણિકે એ કેટલીયે જૈન મૂર્તિઓ ભરાવ્યાના પ્રતિમાલેખે મળી આવે છે. આ નગરની પ્રાચીનતાની સાબિતી આપતાં ખંડિયેરો, વાંઘાઓની વચ્ચે દેખાતાં મકાનના પાયા અને ઠેઠ ઊંચાણ, પર દેખાતી કિલ્લેબંધી વગેરે આજે પણ નજરે ચડે છે. અહીંથી કેટલીક પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી છે, તે ઈ. સ. ના પહેલા સૈકાની અને બીજા મતે ત્રીજા સૈકાની હોવાનું મનાય છે. મહુડી ગામથી ૧ માઈલ દૂર નદીકિનારા પરના ઊંચા ટેકરાના કટ્ટારક દેવળથી ૨૫-૩૦ કદમ આગળ એક ઊંડા ખાડાને ખોદતાં એક જ નમૂનાની ચાર મૂર્તિઓ મળી આવી હતી. વડેદરા-પ્રાચીન સંધનખાતાના શાસ્ત્રી શ્રીહીરાનંદજીએ એન્યુઅલ રિપટ” (ઈ. સ. ૧૯૯)માં ચિત્રપ્લેટ સાથે એની હકીક્ત પ્રગટ કરી છે. તેમાં તેમણે આ મૂર્તિઓને બોદ્ધ હોવાનું જણાવ્યું છે. આ વિશે ડે. હસમુખલાલ સાંકળિયા, મુનિરાજ શ્રીન્યાયવિજયજી, શ્રીસારાભાઈ નવાબ અને શ્રીચીમનલાલ ઝવેરીએ એ મૂર્તિઓ જેન હોવાનું સિદ્ધ કર્યું છે. એ બધાંમાંથી અહીં ટૂંકી નેધ આપવી પ્રસંગોચિત છે. આ ચારે મૂર્તિઓ પૈકી એક સિવાય બધી વડોદરા લઈ જવામાં આવી છે. (૧) એક ભવ્ય મૂર્તિ કોચના મહંતે મંદિરના બહારના ભાગમાં આવેલા એક ઓરડામાં સ્થાપન કરેલી છે. ધાતુની આ મૂર્તિ પર દેખાતાં વાળનાં ગૂંચળાં, શારીરિક ગઠન અને વ્યાધ્રાસનાદિ છે. મૂર્તિની નીચે બને છેડા ઉપર સિંહની સુંદર આકૃતિઓ છે. વચ્ચે ધર્મચક્ર અને બે બાજુએ હરણ તેમજ હાથીનાં રૂપે આલેખ્યાં છે. વ્યાધ્રાસન ઉપર વસ્ત્રની રચના આલેખી છે. સુંદર કમલાસન ઉપર પદ્માસનસ્થ જિનેશ્વરની ભવ્ય અને લાવણ્યમયી મૂર્તિ બિરાજમાન છે. કમલાસન મનોહર કેરભર્યું છે. મૂર્તિને છાતીનો ભાગ સહેજ ઉપસેલો છે અને વચ્ચે શ્રીવત્સનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે. ગળામાં ત્રિવલીની રેખાઓ ઉપસાવી છે. ચકચકિત ચક્ષુઓ હોવાથી તેમાં ચાંદી પૂરેલી હોય એમ લાગે છે, ભવ્ય લલાટ અને મસ્તક ઉપર કેશોનું ઊંચું શિખામંડલ છે. પાછળના ભાગમાં એક લાંબી પાટ જેવું બનાવી બે ભાગને જોડીને ભામંડલ આલેખ્યું છે. એ પાટના બંને ભાગમાં વેલબટ્ટા અને બંને બાજુએ ફુલ, ચેકડી, ગજમુખ, વ્યાધ્રમુખ આદિની કેરણી છે. તેને ફરતી ગોળ કમાન છે. તેમાં સુંદર કોતરણી કરેલી છે. મૂર્તિની બંને બાજુએ માંડવીને દેખાવ આપતી સુંદર સ્તંભાવલી બનાવી છે. બે બાજુએ ચામર ની આકૃતિઓ છે. છેક ઉપરના ભાગે આપાલવના ઝાડની પત્રિપંક્તિ કરેલી જણાય છે. મૂર્તિના પાછળના ભાગમાં બ્રાહ્મીલિપિમાં લેખ છે, જે તરફ લખેલે છે. એ લેખ આ પ્રકારે ઉકેલવામાં આવ્યું છે – “ [1] સિ૮ [1] વેાિળ ............ [ રિ ] માર્ચ-સંઘ-ઝાવા”
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy