SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬s મહેસાણા શ્રીહીરવિજયસૂરિના સમયમાં તેમના શિષ્ય કુશલવદ્ધન ગણિએ સં. ૧૯૪૧ માં રચેલી “સિદ્ધપુર-ચૈત્યપરિપાટી ”માં અહીં બે મોટી પૌષધશાળાઓ ઉપરાંત પાંચ જૈન મંદિરે હેવાનું જણાવ્યું છે – સિદ્ધપુર નયર વખાણુઈ, અવનીતલિ ચંગ, શ્રાવક શ્રાવિકા બહુ વસઈ, જિનધરમિ રંગ; પૌષધશાળા અતિભલી બેહૂ તિહાં સેહા, જિણહર પંચ મહર દીસઈ મનમેહઈ. ” (૪). આ અવતરણ તત્કાલીન જેનેની સ્થિતિ ઉપર પ્રકાશ પાડી રહ્યું છે. સળમા–સત્તરમા સૈકા સુધી જેનોની સારી આબાદી હેવાનું આથી જાણી શકાય છે. એ સમયે જે પાંચ મંદિરે હતાં તેમાં ૧. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર હતું.૨.શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું, જેમાં મૂળનાયકની મૂર્તિ સુંદર શ્યામવર્ણી હતી. ૩. અત્યંત દેદીપ્યમાન જિનાલય ભેંયરાવાળું હતું, જેમાં ત્રણ સુંદર મૂતિઓ મહાવીરસ્વામી ભગવાનની અને એથી મૂતિ શ્રી નેમિનાથ ભગવાનની હતી. ભેંયરામાં શ્રીસુપાર્શ્વનાથ અને નેમિનાથ ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન હતી. ૪ શ્રીચંદ્રપ્રભનું જિનાલય હતું અને અને ૫. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું, જેમાં ૨૪ દેરીઓ અને ચૌમુખ જિનની પ્રતિમાઓ પ્રતિષિત હતી. કવિ અંતે આ પાંચે જિનાલયેની શોભા વર્ણવતાં જણાવે છે કે— પંચ જિણહર મનેહરૂ તુ ભમરૂલી, પંચય મેરૂસમાન સાહેલડી; પંચ તીરથ અતિભલાં તુ ભમરૂલી, પંચમ ગતિ સુખથાન સાહેલડી.” (૩૪) આ પાંચે મંદિર કેવાં ભવ્ય, વિશાળ અને કળાપૂર્ણ હશે એનું અનુમાન કરવાનું આજે આ ચૈત્યપરિપાટી સિવાય બીજું સાધન ઉપલબ્ધ નથી. આજે અહીં ૫૦ જેનેની વસ્તી છે, ૨ ઉપાશ્રય અને ૨ જિનાલયે છે, જેમાંના એક છવાતખાના પાસે આવેલા શ્રીચંદ્રપ્રભુ ભગવાનના શિખરબંધી જિનાલયમાં ચોવીશ જિનમાતાને એક સુંદર પટ્ટ છે અને સં. ૧૨૯૪ની સાલની એક ગૃહસ્થ મૂર્તિ પ્રાચીન છે. બીજું મંદિર અલવાના ચકલે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું છે. આ મંદિર ઘૂમટબંધી છે. ૩૫. મહેસાણા (કોઠા નંબર: ૧૧૦૦-૧૧૧૮) મહેસાણા કેટલું પ્રાચીન હશે તે જણાયું નથી પરંતુ પંદરમા સૈકા પહેલાંનું હોવાનો એક પુરાવા મળે છે. જામનગરમાં આવેલા શેઠ રાયશીએ બંધાવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની ધાતુમૂર્તિના લેખમાં મહેસાણાના રહેવાસી છીએ એ મૂર્તિ ભરાવ્યાનો ઉલ્લેખ કરે છે. એ લેખ આ પ્રકારે છે– "सं. ०] १४९१ व० फाग [0] वदि सोमे महीसाणावास्तव्यश्रीश्रीमालज्ञातीय श्रे० वीरपाल....पूनाश्रेयसे श्रीसंभवनाथबिनं कारितं पिप्फ(प्प)लीयगच्छे श्रीललितचंद्रसूरिभिः प्रतिष्टि(ष्ठि)तं ॥श्री॥" આ ગામમાં ૮૦૦ જેની લગભગ વસ્તી છે, ૨ ઉપાશ્રયે અને ૪ મોટી જૈન ધર્મશાળાઓ છે. અહીં ૧૧ જિનમંદિર છે, તેમાં ૮મંદિરે તે શિખરબંધી અને રમણીય છે. (૧-૨) સોથી મોટું અને વિશાળ મંદિર બજારમાં આવેલું છે. એને બે માળ છે. તેમાં નીચે મૂળનાયક શ્રીમમહન પાર્શ્વનાથ ભગવાન છે, જ્યારે માળ ઉપર શ્રી નેમિનાથ ભગવાન બિરાજે છે. આ મંદિરમાં ત્રણ પ્રાચીન મતિઓ છે. એક પ્રાચીન ગૃહસ્થ મૂર્તિ ઉપર સં. ૧૨૫૭ ને લેખ આ પ્રકારે છે – સ. ૧૨૧૭ માપાર સુવિ 3 મહં. શ્રીનસુત મહું શોશાંતિ.....” આ મતિ આ મંદિરના બંધાવનારા શ્રેષ્ઠીની હોય તે આ મંદિર અને ગામ તેરમા સૈકા પહેલાંનું પુરવાર થાય. | ૧. પ્રાચીન લેખસંગ્રહ”-વિજયધર્મ સરિ સંહિતઃ ભા. ૧, લેખાંકઃ ૧૫૪.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy