________________
(૧૩૪) જૈનતત્વધક ગ્રંથ. ન આવે. તે માટે કષાય સર્વ અશુદ્ધ છે. ભગવંતની આજ્ઞામાં નહીં. જે માટે દશમા ગુણઠાણા સુધી સૂત્ર વિપરીત ચાલતા કહ્યા છે. તે ન્યાયે આજ્ઞા નહી પણ વ્યવહારે કષાયમાં શુભ આશ્રવ જણાય છે. તે શુભ આશ્રવથી નિર્જરાને પુન્ય હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં વંયા નિયાળ - વેર, 9ચાવં નિવંધ૬. ઈતિ વચના. એ વંદણાથી નિર્જરાને પુ બંધ બેહ કહ્યા છે અને નિર્જરા બંધ કેમ હોય? તે જેમ ચડસાદિકે કૂવાનું પાણી કાઢતાં તે પાણી પાછું પડે છે, તેમ નિર્જરા કરતાં છઠ્ઠ ગુણઠાણે નિયમા સાત કર્મ બંધાય છે, પરંતુ બાંધે ચેંડાં અને તેઓ ઘણું. તથા તોડવાનું કામી છે, બાંધવાનો કામી નહી તેથી સમયે સમયે ઉજ્વળ થતું જાય છે. જેમ કેઈને માથે હજાર રૂપિયાનું દેવું હોય તેને કમાતા વ્યાપાર કરતાં સમયે સમયે માથે વ્યાજ ચઢે છે. કેઈસમયે કમાય પણ છે પણ ઘણું કમાય છે તેથી દેવું ઓછું થતું જાય છે. ધન વધતું જાય છે. એમ સાધુ પ્રમુખે પૂર્વ કર્મ રૂપી દેવું સંચ્યું છે તેને પ્રતાપે સમયે સમયે સાત આઠ કર્મ બાંધવા રૂ૫ વ્યાજ ચઢે છે, અને શુભ ગાદિ વચ્ચે નિર્જરાદિક કમાણી પણ થાય છે. તે વ્યાજ ભાડું સર્વચૂકાવીને દિન દિન પ્રત્યે કર્મ ઓછાં થતાં જાય છે. જ્ઞાનાદિ રૂપે ધન વધતું જાય છે, તેથી મુક્તિ મળે છે, પરંતુ જ્યાં સુધી આશ્રવ રેડ્યા નહિ, ત્યાં સુધી ક મને બંધ નિમાયે છે. તે માટે સંવર હોય તે સમયે સાત ૫ દાર્થ ઉત્કૃષ્ટ નિપજે, પણ સંવરમાં વિશે પુન્ય પાપ એકે નહી. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં