SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૦૯) પરિવાર સહિત રડવા લાગી. તે સાંભળીને ત્યાં રામ આવીને કહેવા લાગ્યો કે, આ અમગલને કેવો આરંભ કરાયો છે ? આ હુ પણ જીવતો છું, અને આ મારો ભાઈ પણ જીવતોજ છે. કોઈ વ્યાધી એને પીડા કરે છે તેને દુ ૨ કરનારા ઘણા ઔષદે છે. એમ કહીને તેણે વિરા અને જ્યોતિષીઓને બોલાવ્યા, તેમના હાથે ઘણા મત્ર તથા તંત્ર વગરે કરાવ્યા પરંતુ તે સર્વ વ્યર્થ ગયા, એમ જાણીને રામ મુરછાને પામ્યો, ફરી સાવધ થઈને મેટા, વિલાપ કરવા લાગ્યો. તેમજ બિભીષણ, સુગ્રીવ, અને શતરૂઘનાદિ આખો માં પાણી આણુને હા ! અમે બધા ખરાબ થયા ! એમ કહીને રડવા લાગ્યા. કેશલ્યાદિક માતાઓ અને સ્ત્રીઓ આંખોમાં આંસુ આણીને કરૂણા સ્વર વડે રડવા લાગી. અને વારંવાર અરછા ખાઈને જમીન ઉપર પડવા લાગી, નગરમાં દરેક રસ્તામાં ઘરોમાં તથા દરેક બજારમાં જ્યાં ત્યાં હાહાકાર થઈ રહ્યા તે વખતે લવણાંકુશ, રામને નસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે રામ, આ લક્ષમણનો મૃત્યુ જોઈને આજ અમે સંસારથી ડરી ગયા. કેમ કે સર્વને અકસ્માત મૃત્યુ આવે છે. તે માટે સર્વ લોકોએ પ્રથમથી જ પરલોક ના સાધન વિષે તત્પર રહેવું તેથી હવે અમને દિક્ષા લેવાની આજ્ઞા આ૫ આ લક્ષ્મણ મુવેલા ઘરમાં હવે પછી અમને રહેવા યોગ્ય નથી, એમ ક હી રામને નમસ્કાર કરીને એક અગ્રત ઘોષ નામમા મુનિની પાસે તેમણે જઈ દિક્ષા લીધી. પછી તે કેમે કરીને મોક્ષ પામ્યા. પછી રામ ભાઇના દુઃખથી અને પુત્રોના વિયોગથી વાર વાર મુરછા પામીને આ પ્રમાણે બોલવા લાગ્યો – હે ભાઈ મે તારો કાઈ અપમાન ક ચાથી આ અકસ્માત તે મન ધારણ કરવું છે કે તુ આવી રીતે થયો. પુએ મને મુકી દીધો. કહ્યું છે કે પુરૂશમાં શેકડો છિદ્રો જોઈને ભુતો મા વેશ કરે છે.” એવી રીતે ઉન્મતની ૫ બેલનારો જે રામ તે જોઈને બિ ભીષણદિક પાસે આવીને ગદ ગદ વાણીથી બોલવા લાગ્યા. હે પ્રભે, તુ ધીર પુરૂષોમાં ધીર છે ? વીરેમાં વીર છે, તેમ છતાં આ લાકારક અર્થ ચિને. અગીકાર કેમ કરે છે? આ સમયે તો લોક પ્રસિદ્ધ અગસસ્કાર સહિત લક્ષ્મણને ઔધર્વહિક કર્તવ્ય છે, તે સાંભળીને રામ કે ધમાં આવીને બો. મારો ભાઈ જીવતો છે હે દુષ્ટ આ તમે શુ બોલો છે, બધુ સહિત તમારૂ જ અગ્નીમાં દાહપુર્વક મૃત્યકાર્ય કરો. મારો ભાઈ તો મોટા આયુષ્યના - છે એમ જ્હીને બધુરી બધુ! જલદી બોલ! જલદી બોલ ! હે - - : - E
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy