SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) વિના પ્રાણ જતા બચશે. એ માહારૂ કહ્યું તું નહીં માને તે તારે કુળ સહિત નાશ કરીને રામ સીતાને લઈ જશે. હે ભાઈ તે નથી જોયું સાહાસતી અને ખરાદિક વિદ્યાધરને તે રામ લક્ષ્મણે એક શીયાળીયાને સીહ મારે તેમ મારી નાંખ્યા, તે તો દુર રહ્યા પણ તેને સેવક એક હનુમાન શુ તે નથી જોયો. જે આખી લંકામાં ઉથલ પાથલ કરી ગયો હતો. આ જે તારી સપતી ઈદ્રના જેવી છે તે તું પરસ્ત્રીને માટે ખેવાને તત્પર ન થા એવુ બિભીષણનું બોલવું સાંભળીને તેની પાસે બેઠેલો રાવણને પુત્ર છેલ્યો કે કાકા તુ જન્મનો જ બીકણ છે. તુ આપણે કુળને કલંક લગાડે છે ઇંદ્રરાજ વિગરે બળવાનોને જીતનારે જે માહારો પિત્તા તેને તુ મરવો તકાસે છે. માટે તુજ મરવા લાયક છે. પ્રથમ પણ તે પ્રતિજ્ઞા કરીને દશરથ રાજાને માર નહી ને જ બોલ્યો કે, હું મારી આવ્યો. એમ કહીને અમને ઠગ્યો. અને હવે ઇડાં આવેલા રામને માહારા પીતાના હાથથી ઉ. ગારવાનો વિચાર કરે છે. માટે તું રામને પક્ષપાતી છે તેથી તુ અમારી માં શલતમાં કામ નથી. એવું તે ઈદ્રજીતનું બોલવું સાંભળીને બીભીષણ બેલ્યો જે હું લગાર પણ રામનો પક્ષપાતી નથી. પણ તુતો કુળને નાશ કર ના પુત્ર શતરૂ રૂપે પેદા થયો છે, જે તારો બાપ અકાર્ય કરી આવ્યું છે તેનું નિવારણ કરવું તો દૂર રહ્યું પણ ઉલટો કુળને કલક લગાડવાં સામેલ થાય છે, એમ કહીને પછી રાવણને કહેવા લાગ્યો કે હે રાવણ આ પુત્રની સલા હથી તથા તારા કત્યો વડે તું થોડા જ વખતમાં નાશ પામીશ, તેથી માત્ર મને દુઃખ થવાનું સંભવે છે, એવું તેનું વચન સાંભળીને રાવણ હાથમાં ખ ડગ લઈને બીભીષણને મારવા ઉઠયો. તેવારે બીજીષણ ભુકટી ચડાવીને એક માટે સ્થભ ઉખેડી હાથમાં લઈને રાવણની સામે થયો, તેવારે કુભકરણ ના મનો રાવણને નાહાને ભાઈ વચમાં પડીને બનેને જુદા પાડ્યા. પછી બંને જણ પિતા પોતાના સ્થાનકે ગયા. પછી રાવણ બીભીષણ પ્રતે કહેવા લાગ્યો જે તુ માહારી નગરીમાંથી નીકળી જા. એવુ રાવણનું બોલવું સાંભળી ને તુરતજ બીભીષણ ત્રણ અક્ષોહિણી રાક્ષસ વિદ્યાધરનુ સન્ય લઈને રામ ની તરફ ગયે તેને આવતો જોઈને સુગ્રીવાદિકને શક ઉત્પન થયો કહ્યું છે કે ઝેરી સર્પની માફક શતરૂનો વિશ્વાસ ન કરવો એવું સુગ્રીવનું ચિત જોઈ ને બીભીષણે એક દુત રામની પાસે મોકલીને કહેવરાવ્યું કે રાવણને અને ન્યાયવત જણ હું તમારી તરફ આવ્યો છું.
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy