SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) થયાં છે, રચમાત્ર પણ જેને દેહની અપેક્ષા નથી, એવી દશામાં સીતાને હ નુમાન જોઈને મનમાં ચિતન કરવા લાગ્યું કે, આ સીતા મહા પતિવ્રતા છે આના દરશનથી સર્વ જન પવીત્ર થાય છે. તેના વિરહ કરીને રામ ખિન્ન થાય છે. એ ગ્ય જ છે. કેમકે રૂપમાં અને શીલમાં આના જેવી પવિત્ર કોની સી છે? આ રાવણ, રામના પ્રતાપે કરી, તથા પોતાના પાપથી અને તિ કષ્ટ ભોગવશે. પછી હનુમાને અતહિરત થઈને સીતાના ખોળામાં રામના હાથની વીટી નાંખી. તેને જોઈને સીતા રાજી થઈ. તે વખતે ત્રિજટાએ જ ઈને રાવણને કહ્યું છે. આટલા દિવસ સુધી જનકી મહા શોકમાં હતી. ૫ણ આજ આનદમાં આવેલી જણાય છે. એવું સાંભળીને રાવણ મનમાં કે હેવા લાગ્યો કે, એ રામને ભુલી ગઈ. હવે મારી સાથે રમાયણ થશે. એવિશે વિચાર કરીને મદદરીને કહેવા લાગ્યો કે, તુ જઈને સીતાને ઉપદેશ ક૨. એવું સાંભળીને તથા પતિનુ દુત પણ કબુલ કરીને સીતાને ફસાવવા સારૂ તેની પાસે આવીને કહેવા લાગી. એશ્વર્ય કરીને સિંદ કરી રાવણ શ્રેષ્ટ છે તેમજ તુ પણ રૂપ લાવણ્ય સપતી વડે અપ્રતિરૂપ છે. તે બેઉનો જે પણ અન્ન વિધાતાએ સયોગ કરયો નહી, તથાપિ સયોગ કયાની આ વેળા છે. ત્યારે હું સીતા હવે તું આઈથી ઉઠ. અને તે રાવણની સેવા કર. હું અને તેની બીજી સ્ત્રીઓ તારી આજ્ઞામાં રહેશે, એવું સાંભળીને તેને સીતા કહે છે કે, હે દુષ્ટ, પતિની કુટણ, હે પાપ, તારા પતિની પઠે તારૂ મુખ જોવા થી પણ પાપ લાગે તુ જરૂર સમજ કે હુ રામની પાસે જ બેઠી છુખરાદિકની પઠે ભાઈઓ સહિત તારા પતિને મારવા સારૂ લક્ષ્મણ આવ્યો એ મ સમજ હે પાપિષ્ટ, આઈથી ઉઠતારી સાથે મને બોલવાનો અધિકાર નથી. એવી રીતે સીતાએ તેનો તિરસ્કાર કરવાથી મદદરી કોપાયમાન થઈને ત્યાંથી જતી રહી. એટલામાં હનુમાન પ્રગટ થઇ હાથ જોડી નમસ્કાર કરીને સીતાને કે હેવા લાગ્યો કે હે દેવી લક્ષ્મણ સહિત રામ કુશલ છે. તમારા શોધ સારૂ રામની આજ્ઞાથી હું અહીં આવ્યો છું હું ગયા પછી શતરૂનો નાશ કરવા સારૂ રામચંદ્ર અહીં આવશે. એવું સાંભળી સીતા આંખમાં આંસુ આણીને તેને પુછવા લાગી કે, તું કોણ છે? આ સમુદ્ર કેમ ઉર ઘન કરી આવ્યો ? લક્ષમણ સહિત મારો પ્રાણનાથ સુખી છે કે તે તેમને ક્યાં જોયા ત્યારે હનુમાન કહેવા લાગ્યો કે, મારૂ નામ હનુમાન છે. પવન અને અંજનાનો
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy