________________
-
-
- -
-
"
=,
==
=
*
-
-
- - -
(૧૧૧) નમાં વિચાર લાગે કે, આ પુરૂષના વિશે કોઈ સી છે, આ વેશ લેવાનું કારણ કઈ જુદું જ હોવુ જોઇએ. એવો વિચાર કરીને તેને કહેવા લાગ્યો કે, હે રાજા પોતાની સ્ત્રી સહિત મારા સ્વામી સાથે છે, તે આ પાસે જ એક ઝાડના તળે બેઠો છે તેણે ભજન કરચા વિના હુ ભોજન કરતો નથી. ત્યારે તે રાજાએ પોતાના પ્રધાનોને મોકલીને સીતા સહિત રામને બોલાવી લીધો તેને નમરકાર કરીને ત્યોને રહેવા સારૂ ગામ બહાર એક તબુ કરાવ્યો. તે ઠેકાણે તે મને સ્નાન ભેજન વગેરે સારી રીતે આદરસત્કાર કરો.
પછી એકાંત સીનો વેશ લઈને લજ્યાયમાન થઈ થકી પોતાના મત્રીને સાથે લઈને રામની પાસે આવી ઉભી રહી. ત્યારે રામ તેને કહેવા લાગ્યો કે, હે ભદ્ર પુરૂષના વિશે કરી પોતાના સીપણાને ઢાંકવાનું કારણ શું છે. ત્યારે તે કહેવા લાગી કે, આ કુબર નગરના વાલીખિલ્ય રાજાની સી પૃથ્વી ગર્ભ શું છતાં કોઈ મહા શુરવીર ઑછ લોકો આવીને રાજાને હરણ કરી ગયા. ત્યાર પછી કેટલાએક દિવશે રાણીને માસ પુરા થએથી તે મને જન્મી. તે ને પ્રધાન મહાબુદ્ધિમાન હતો. તેણે મારા જનમના વખતે એવી થાળી પી ટાવી કે રાણીને પુત્ર થયો. અને સિહોદર રાજાને પણ પુત્ર થયાની ખબર આપી. ત્યારે તેણે કહ્યું કે, આ કબરપુર નગરનું રાજ એ બાળક કરશે. ૫ છી હુ મોટી થવા લાગી. કહેલા હેતુથી રાજ ચલાવવા સારૂ નાનપણમાં જ મારી માતાએ તથા પ્રધાને મને એવો વેશ દીધાથી તે હજી સુધી કાયમ છે, તે જ્યારે વાલીખિલ્ય રાજા આવશે ત્યારે ઉતારી નાંખીશ. એ વેશની મારી માતા અને પ્રધાન શિવાય બીજા કોઈને ખબર નથી, મારૂ નામ કલ્યાણમાલા છે. જ્યારથી હુ અવસ્થામાં આવી ત્યારથી આ રાજ કરવા લાગી છું. પિતાને હરણ કરી ગએલા છોને હુ ઘણુ દ્રવ્ય આપુ છું તો પણ તે તેને મુક્તા નથી. માટે હે રામા, મારી ઉપર કૃપા કરીને જેમ પૂર્વે સીહોદર રાજાના ભયથી વજરકરણને મુકાવ્યો તેમ મારા બાપને તે તેના હાથથી મુકાવો. ત્યારે રામ બોલ્યો કે, જ્યાં લગણ તારા બાપને હુ મુકાવુ નહીં, ત્યાં લગણ તું આ પુરૂષના વેશને મુજે નહીં. અને પ્રથમની પહેરા જ ચલાવજે. જ્યારે તારે બાપ ઘેર આવે ત્યારે મુકી દેજે, ત્યારે તેણે કહ્યું કે તે માટે માન્ય છે. ને હું ધન્ય છું તમારી મારા ઉપર કૃપા થઇ. એટલામાં તેના મહાબુદ્ધિમાન મત્રી વિનંતી કરવા લાગ્યો કે, હે મહાબાહ. આ કન્યાને યોગ્ય વર લક્ષ્મણ છે ત્યારે રામ કહેવા લાગ્યું કે, અમારા પિતાની
- ww
- -
-