________________
શ્રીમાન્ આનંદઘન-સ્તવનાવલિ. સયલ સંસારી ઇયરામી, મુનિ ગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિ કામી રે. શ્રી શ્રેયાંસ૨. નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે શ્રી શ્રેયાસ ૩. નામઅધ્યાતમ, ઠવણઅધ્યાતમ, વ્યઅધ્યાતમ છડે રે, ભાવઅધ્યાતમ નિજગુણ સાધે, તે તેહશું રટ ભાડે રે. શ્રી શ્રેયાસ. ૪. શદ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે, શાદઅધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતી ધરજો રે. શ્રી શ્રેયાંસપ. અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનદધન મતવાસી રે શ્રી શ્રેયાંસ ૬.
સ્તવના ૧૨ મી –રાગ ગાડી તથા પરજિ.
તુગિયાગિરિ શિખર સેહે–એ દેશી વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનાની રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ કલ કામી રે. વાસુપૂજ્ય. ૧. નિરાકાર અભેદ સગ્રાહક, ભેદ ગ્રાહક સાકારે રે. દર્શન નાન ભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે. વાસુપૂજ્ય૦ ૨. કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે,
એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસરિયે રે. વાસુપૂજ્ય. ૩. દુખ મુખ રૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આન દે રે, ચેતનતા પરિણામ ન ચુકે, ચેતન કહે જિન ચંદો રે વાસુપૂજ્ય૦ ૪. પરિણમી ચેતન પરિણામ, જ્ઞાન કરમ ફલ ભાવી રે, નાન કરમ ન ચેતન કહિયે, લે તે મનાવી રે. વાસુપૂજ્ય પ. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે વ્યલિગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સગી રે. વાસુપૂજ્ય૦ ૬.
સ્તવના ૧૩ મી --રાગ મલહાર,
ઇડર આબા આબલી રે–એ દેશી દુખ દેહગ દુરે ટયા રે, સુખ સંપદ શું ભેટ, ધીંગ ધનું માથે કિયા રે, કુણ ગંજે નર બેટ.