________________
૭૪૯
શ્રીમાન વીરવિજયજી.–ચંદ્રશેખર. રાજસભામાં આવિ, નૃપ દિએ આદરમાન; નાની રાજાથી વડે, પામે જગ બહુ માન. ભૂપતિ પૂછે તેહને, અમ મંત્રીની નાર; ગોપની સાથે રથ ચડી, ગઈ કપિ કરી ભરતાર. કિણે દેશે જઈ તે રહી, સકળ કહે તે વાત; જો તુમ વિદ્યા છે ખરી, ટાલો સંશય વાત
ઢાળ ૧૨ મી. (ગજરામાજી ચાલ્યા ચાકરી રે—એ દેશી.) જ્ઞાની જ્ઞાન ઉપયોગથી રે, સુત નજર કરી નિરધાર; નિમીતીયો ભણે સાંભળે રે, કુલટા રૂપાળી નાર રે કુલટા ૧... નઈ તટ જળ ઉભી રહી રે, વન તરૂથી લઈ ફુલ; નઈ જળ દેવી વધાવીને રે, ભણે માત હો અનુકૂળ રે. ભણે. ૨. વલગણુ મુજ પીશાચનુ રે, મેં તુમ સાખે કર્યું દર; ગોવિંદજી તુમ સાનિધે રે, સુખ વિલસીશું ભરપૂર છે. સુખ૦ ૩. એમ કહી વાંદરને તજી રે, રથ બેઠી ડાભડે લેઈ; ધનુષ તીર તરકસ ગ્રહિ રે, ગોવિદ તુરંગ ચલેઇ રે ગોવિંદ. ૪. દક્ષણ દિશિ ભણે ચાલંતા છે, પણ તે જ અટવી મજાર; વડ તરૂ હેઠે ઊતરી રે, તરૂ ફળ કરત આહાર રે. વન પ. સયા પડી રયણ રહ્યા રે, રથ સૂતી રૂપાળી નાર; તસ ચિહું દિશ એકી ભરે રે, ગોવિદ લેઈ તરવાર રે. ગોવિંદ. ૬. મધ્ય નિશિ તિહાં ભિલ્લની રે, પડી ધાડ કરી કિકિયાટ; રથ ચિહું દિશ વીટી વળ્યા રે, નાસવાનો નહિ કાંઈ ઘાટ છે. નાસવાનો. ૭. ગોવિંદ નાઠે એકલો રે, રથ વાળી ગયા ભીલ નેટ; રૂપવતી સા દેખીને રે, કરી પલ્લિ પતિને ભેટ રે. કરી. ૮. ભૂષણ ડાભડે સહુ ગયો રે, રહિ રાતી એકલી તેહ; પલિપતિ કહે છે રૂઓ રે, તમે રાજધણી ધરે તેહ રે. તુમેરા ૯. પલિપતિ ઘર સા રહિ રે, દિન કેતા ધરી આનંદ એક દિન તસ ઘર આવિ રે, ભિક્ષાવતે ગોવિદ રે. ભિક્ષા૧૦.