________________
૭૨
જૈનકાવ્યદોહન.
વાત બનિ કહી ભૂપત, કરતા નૃપ બહૂ ખેદ; ગામ ઠામ ભટ મોકળ, ૫ણ ન જડ્યો કાંઈ ભેદ, ધિગ૪૨. બાળ સ્નેહી વિગથી, કરતો રાય વિલાપ; મંત્રી કુટુંબ રૂદન કરે, પ્રગટ્યા પૂરવ પાપ. ધિગ૦ ૪૩. દિન તે હવે ભૂપતિ, થાપિ અવર પ્રધાન; રાજ્ય કાજ સહુ ચાલવે, ગાવે મગળ ગાન. ધિગ૪૪. ચોથે ખડે દેખાડ, નવમી ઢાળે અનંગ; શ્રી શુભવીર વચન સુણી, છડે કુલટાનો સગ. ધિગ ૪૫.
દાહરા, વીરસેનને ભૂપતિ, સંભારે દિન રાત; સમરતાં ઉપગાર તસ, વીત્યાં વરસ તે સાત બાજીગર એક અન્યદા, ગીત કળા નૃત્યકાર, વાનર ટોળું લઈને આવ્યો નર મજાર. રાજ કચેરીએ માડિલા, નાટક કપિનું સાર, વાનર વાનરી નાચતા, અંતરે હુ હુંકાર. વાજા વજાવે કપિ મળિ, મિલણ યુદ્ધ કરત; ચુબન આલિગન કરે, નવ નવ વેશ ધરંત, રાજસભા રંજિત થઈ, દિએ તૃપ વિંછિત દાન; મુખ્ય કપિ વિકસિત નયન, રાયને કરતા સાન આંસુ ધારા વરસતે, ભૂપને ચરણ નમંત; વાર વાર પય વળગત, વિસ્મય રાય લહંત નર વાચા નવ દિસંકે, ધિક પશુને અવતાર; દયા તિક વિક્રય લિયું, ટોળું નિજ દરબાર. શિક્ષા રક્ષા કારણે, અધિકારી ઘર દીધ; અવસરે નાચ નચાવિને, પ્રાસ અધિક તસ દીધ. નવ નવ ભૂષણ કપિ તણા, નિજ ઘર કરિ સેનાર; ભેટ કરી જઈ રાયને, નૃપ કરે તસ સતકાર. નિજ હસ્તે કપિ મુખ્યને, અંગ ધરે અલંકાર;