________________
જૈનકાવ્યદેહન.
તસ લધુ નંદન પાંચમો, ગુણવંત સાગર નામ; ૧ - જૈન ધરમ રાત સદા, સકળ કળાનું ધામ. પતિ ચિંતાનુગામિની, કામિનિ છે તસ એક; પતિવ્રતા વ્રત ધારણી, સત્યવતી સુવિવેક.
ઢાળ ૩ જી, (હારે હું તે જળ ભરવાને ગઈ તી યમુના તીરજ—એ દેશી.) હારે હવે રતનપુરે પદ્યરથ રાજા નામ જે, તસ પદ્માવતી બેટી પેટી ગુણ તણિ રે લો; હોરે ચોસઠ કળાગમ વરસતી સરસતી ઠામ છે, ચરણ તણિ ચંચળતા ગઈ નયણાં ભણિરે લો. હરે નિજ ઉદર અલઘુતા ગઈકુચ દેય ઉતંગ જે, રમત ખેલ વિરમી સમર કિડા મન વશી રે ; ' . હરે લઘુ બાળ કાજ હરિ લાજ ધરી ઉછરંગ , વિનિમય વન વય વિકસી વલિજિસિ રે લો - હારે એક દિવસે રાજકચેરી માંહી તેહ જે, ધરિ શણગાર જનક અકે ઉપવેશતી રે લો; “ હરેિ નવ યેવને દેવી રાય ધરી બહુ મેહ જે, ચિંતે મુજ પુત્રી સમ કુણ હશે પતિ રે લો. હરિ કુળ શીલ રૂ૫ વય વિદ્યા દેહ સનાથ જે, સાત ગુણે વર જોઈ નિજ દેઉ સુતા રે ; હરે પરદેશી નિરધન નેગી મૂરખ સાથ જે, મિક્ષાર્થિ સુરને ન દીયું એ અભુતા રે લો. હરે પુત્રી ગણુ રંજિત નૃપસુત રૂપ અનેક જે, ચિત્રપટે મંગાવી સખિયાશું સુચે રે લો. હરે તે કુંઅરી દેખી માને સહુ અવિવેક જે,, સિનગ્ધ ઘટે નવિ ભેદે જળ તિમ નવે રૂચે રે લો. હરિ એમ રૂ૫ નિભંછી બહુ નર કેરાં તેહ છે, પુરૂષ દેષણ થઈ તેથી પદ્માવતી રે લો;