________________
૨૫૪
જૈનકાવ્યદેહન.
રાજા રાણી સજન સન્મુખ આવીયાં, માહારા લાલ. નયનામું પીતરે પુત્રી નવરાવીયાં. માહારા લાલ. ૨૩. ખોળે બેસારી માય હૃદય ભેટી મળે, માહારા લાલ. જનમ વિયેગના મેળા ખિણમાં ના વળે; માહારા લાલ. માત સુતા જનકાદિક બહુ પરે, માહારા લાલ. ત્રિલોચના સમજવિ લાવે તસ ધરે. માહારા લાલ. ૨૪. દિએ બહુ માન કુંઅને નૃપ ભેળા જમે, માહારા લાલ. ધૂપ દીપ નૈવેદ સુરીને મન ગમે; માહારા લાલ. જનમેચ્છવ કરે ઘરઘર તરણું ભેટણ, માહારા લાલ. બંધિખાનાં છોડી દિએ દાન જ ઘણું. માહારા લાલ. ૨૫. રાજકિર ભરૂચિ બ્રગુરાયને જઈ કહે, માહારા લાલ. વાત સુણુ શુકમુખથી હરખ ઘણે લહે; માહારા લાલ. રાય સુતા લેઈ સાથ પદમપુર આવતા, માહારા લાલ. પરમેચ્છવ કરી વરકન્યા બિંદૂ પરણાવતા. મહારા લાલ. ૨૬. કુંઅરને હય ગય કંચન ગામ બધૂ દિયાં, માહારા લાલ. દેવિ ત્રિલેચના કુંઅરે વિસરજન કિયાં; માહારા લાલ. છળ કરતાં સુરીનું લિઉં ચિર તે મોકલે, માહારા લાલ ત્રિલેચના રતિસુંદરીને આપી ચલે. માહારા લાલ. ર૭. કામદેવ રતિપ્રીતિશું જિમ સુખ વરે, માહારા લાલ. કુંઅર ભુજાલ વિશાળ તિહાં લીલા કરે; માહારા લાલ. પૂરણ બીજો ખંડ એ ઢાળ અગીઆરમી, માહારા લાલ. શ્રી શુભવીરની વાણિ ચતુરને ચિત ગમી. માહારા લાલ. ૨૮.
પાઈ. ખંડ ખંડ જિમ ઈક્ષ ખંડ, ચદ્રશેખરનું ચરિત્ર અખંડ; શ્રી શુભવિજય ગુરૂથી લહ્યા, બીજો ખંડ તસ શીષ્ય કહ્યા. ૧.
इति श्री तपागच्छाधिराज भट्टारक श्री विजयसिंह सूरिसंतानीय पंडित श्री शुभविजय गणिशिष्य भूजिष पंडित वीरविजय गणिभिर्विरचिते चंद्रशेखर चरित्रे प्राकृत प्रबंधे कंचुक सहप्रियावालन कन्याहरण विद्याग्रहण मदनमंजरी मृगसुंदरी पाणिग्रहण वर्णनो नाम द्वितीय खंडः ॥