________________
જૈનકાવ્યદેહન.
ઢાળ ૬ ડી. ( સુણ મેરી સજની રજની ન જાયે રે–એ દેશી ) લોક સકળ નિંદા અનુસરતા રે, શેઠ સુભટશં ચેક કરતા રે; ભિલ ઘણા ગિરિથી ઉતરતા રે, વાનરપ કિકિઓટો કરતા રે ૧. એક પિર રાત્રિ જબ જાવે રે, મેઘ નિરક્યું તિર વરસાવે રે; સબર તિમિરભર ચિહુ દિશ ધાવે રે, ધૂઅડ ન્યૂ ઘૂઘવાટા કરિ આવે રે. ૨. દેખિકાર દિલ કંપાવે રે, બળિઆ સૂટ તિહાં જુઝાવે રે; બહૂલી બળતી મશાલો કરતા રે, ભટ જૂઝતાં પગ નવિ કરતા રે. .. કાળા ભીલ ને કાળી રાતે રે, બાવળ બદરી કંટક જાને રે; તે સાથે રણ કરિ ભટ જૂછે રે, દેખી શેઠ તે ઉભા ધુજે રે. ૪. પસ્લિપતિ ભીમસેન તે આવે રે, સબર ઘણાને રણમાં લાવે રે; શેઠના સૂટ રણેથી તુટે રે, ભિલ્લ હકાર્યો સાથને લટે રે. ૫. ચંદ્રશેખરને શેઠ જણાવે રે, તવ તે રણ મેદાને આવે રે; કુંઅર ઉપર ભીમ બાણ તે સાધે રે, નાગપાસથી તૃપ તસ-બાંધે રે. . બહુ રૂપણ વિદ્યા ફેરવતા રે, રૂપ કપી જળ લાખ તે કરતા રે; એક એક ભિલ્લને ચાંચમેં લેતા રે, ગગને ઉડી તે સવિ જાતાં રે. ૭. ભૂતળ ભીલ રહ્યો નહિ કેઈરે, સાથપતિ હરખ્યો તે જોઈ રે, થિર કરિ લોકને રાતિ ગમાવે રે, પલિપતિ સહ ૫થે જાવે રે. ૮. સઘળા પંખિને સંહારિઆ રે, ભિલ્લ દશોદશ ઝાંખરે પડિઆ રે; ખડિન ડે નીજ ઘર પામે રે, પંખી દેખી ધ્રુજતા ધામે રે. ૮. ત્રીજે દિન કાંતિપૂર આવ્યા રે, સાથ સહૂ વનમા ઉતરાવ્યા રે; વિમળસેન પર સ્વામી આવે રે, મુક્તાફળે કુઅરને વધાવે રે. ૧૦ બોલે બાધવ અચરીજ કીધું રે, પુન્યતણું ફળ પરીપલ લીધું રે; કીધે બહુ જનને ઉપગાર રે, મારગ વહેતો થયો સુખકાર રે ૧૧. એમ કહિ તુરગ ચઢાવી તેહ રે, બહુ ઓછવશ લાવ્યો ગેહ રે; નેહ ધરી કેતા દિન રાખે રે, પહિલપતિને કુઅર તે ભાખે રે. ૧૨. જે જીવનની આશા રાખો છે, તે તસ્કરપણું દુરે નાખે રે; આપે પાકા તાસ જમાન રે, ફરિ ન કરવું એ તોફાન છે. ૧૩.