________________
૨૭
અવધૂળ -
નહીં હમ તાતે નહીં હમ સીરે, નહીં હી નહીં છાટા, નહીં હમ ભાઈ નહીં હમ ભગિની, નહીં હમ બાપ ને બેટા. - અવધુ 1 નહીં હમ મનસા નહીં હમ શબ્દા, નહીં હમ તરણુકી ધરણ; નહીં હમ ભેખા ભેખ ધર નાહી, નહીં હમ કરતા કરણી.
અવધૂ નહીં હમ દરસન નહીં હમ પરસન, રસ ન ગ ધ કછુ નહી, આનંદઘન ચેતનમય મૂરતિ, સેવક જન બળિ નાહીં. હવે એકાદ ગુજરાતી કાવ્ય મૂકવું યોગ્ય ગણું છું;
--પદ્યરત્ન ૨૮ મુ. - પાર તરવારની સોહલી દોહલી, ચિદમાં જિનતણી ચરણસેવા ધારપર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર૫ર રહે ન દેવા. ' ધાર એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે, ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માટે લેખે ધાર ગચ્છના ભેદ બહુ નયણનીહાળતા, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજકાજ કરતા થકા, મેહ નડિયા કળિકાળ રાજે. ધાર વચન નિરપેક્ષ વ્યવહાર ન કહે, વચન સાપેક્ષ વ્યવહાર સાચે, . વચન નિરપેક્ષ વ્યવહાર સ સાર ફળ, સાંભળી આદરી કાંઈ રાવ્યો. ધાર, દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કહે કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા નું આણો, શદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ ક્રિયા કરે, છા૨પર લીંપણું તેહ જાણો ધાર પાપ નહીં કઈ ઉસૂત્ર ભાષણ છસો, ધર્મ નહી કઈ જગસૂત્ર સરીખે; સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે, તેનું શુદ્ધ ચારિત્ર પરીખે. ધાર એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જેનરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે ના દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદધન રાજ પાવે, ધાર,
હી દિ કાવ્યની અંદર કેવી ચમત્કૃતિ મૂકી છે તેમજ તેમાં તત્ત્વ કેવું ઉત્તમ સમાયેલું છે એ જેમ જોઈ શકાય છે તેમ ગુજરાતી કાવ્યમાં ઝમઝમાટે અથવા ભાષાની તીણુતા જોઈ શકાય છે. કોઈ પણ સંસ્કારી ગુજરાતીને ટોડે મૂકાય તેવી આન દધનજી મહારાજની ગુજરાતી ભાષા છે. સત્તરમા શતકની ગુજરાતી ભાષાનો ખ્યાલ બહુ સારી રીતે આનંદઘનજીની ભાષા આપી શકે છે, અહી દિકાવ્યમાં ગુજરાતી મિશ્રણ જોઈ શકાય છે એ તે પહેલેથી કહેવાઈ ગયું છે. ”
આનંદઘનને લેકેએ આપેલ પરિષહે. શ્રીમાન રાજચંદ્ર કહેતા કે, જ્ઞાનીઓની હૈયાતિમાં તેના ઉપર પથરા પડે છે, અને તેઓની હૈયાતિ પછી તેઓના પથરા (પ્રતિમા) પૂજાય