________________
૫૭૩
શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર. રાત દિવસ નર રોલ ભરાણે, રમણી ઉપર જેહ, મોહન તસ મુખ સુખ લક્ષ્મી નવિ જોવે, સેવે દાઘી દે. મેહન. ૨૭. વિકસિત નયન વદન હરખતી, દેખી પતિ ઉજમાળા; ,મોહન બરછી પ્રિયા ઘર ભેળાં મળીને, રમતી કરતી ચાળા. . મોહન. ૨૮ધમ્મિલ મદિર સ્ત્રી સવિ રમતી, એક એકને દઈ તાળી; મોહન તસ અકર્મ ભૂમિને નિહાળી, લલના હરી લટકાળી. મોહન૨૯. છઠું ખડે પુણ્ય અખડે, ધમ્મિલ રાસ રસાળે; મોહન શ્રી શુભવીરે વિવેકની વાતે, બેલી બીજી ઢાળે. મોહન. ૩૦
દેહરા.
. ઉજજલ સુખ વિલસે તિહાં, શ્રી ધમ્મિલ કુમાર; લોક કહે એ કુમરના, પુણ્યતણો નહિ પાર પુણ્ય પરણુતિ હોય ભલી, પુણે રૂદ્ધિ સમૃદ્ધિ, મનવંછિત મેળા મળે, પુણે હુએ નવ નિદ્ધિ. પુણ્યની વૃદ્ધિ કારણે, દિન દુખી ઉદ્ધાર; દાન સુપાત્રે આપતા, ચિત્ય મહત્સવ સાર
ઢાળ ૩ જી. (મારા વાલા છ હો,હું રે ગઈ મહી વેચવા રે -એ દેશી ) અન્ય દિવસ રસ રીઝમાં રે લો,(વિદ્યુન્મતિ) રતિ ખેલ; મેરે માલક હે, વિમળસેના પ્રતે એમ કહે રે લે, ચતુર છે મેહન વેલ, મેરે માલક હે, મેળે મળ્યા રે મજબુતશું રે લે. એ આંકણું. એક અજુગતું તમેં કર્યું રે લો, પીયુ પગપૂજન ધાર, મેરે નારી સતીને પતિ દેવતા રે લો, સ્વામીથી સવિ શણગાર મેરે મેળો. • • તેણે તુમેં ઉચિત કર્યું ભલું રે લે, ન કરે જે ગરીબની નાર; મેરે તેહ પતિને રોશે દિયો રે , નિજ પગ પાટુ પ્રહર મેરે મેળો. ૩. વિમળા કહે હસી હે હલે રે લો, એ શુ મે કીધ અકાજ; મેરે પર નારી શોકય કરી વર્ણવે રે લો, નાવી પતિ થઈ લાજ. મેરે મેળો૦ ૪. વિદ્યન્મતિ વળતુ કહે છે કે, નરને હદય વસી જેવ; મેરે