________________
પ૭ર
જેનકાવ્યદેહન.
આજ મનેથ સઘળા ફળીયા, મળિયા પ્રાણ આધાર; મેહન મુહ માગ્યા આજ મેઘ તે વરસ્યાં, તરસ્યાં અમૃત ધાર. મોહન ૧૩. સુખીયા આગળ દુઃખની વાત, કરવી તે સવિ ફેક; મોહન પરદુઃખ વાતે દુઃખ ધરે જે, વિરલા સજજન લક. મેહન૧૪. ચકવા ચકવી પ્રેમ વિજોગે, ન કરે નિશિએ નિંદ, મેહનત જગ નર નારી પ્રેમ વિલુદ્ધા, નિગમેં રાત્રી આણંદ. મોહન૧૫સોળ સખી સાથે મુઝ ભગિની, દુઃખ ધરતી હશે ગેહ, મોહન તુમ આણું લહિ દેશું વધામણિ, હર્ષિત થાશે તેહ. મોહન. ૧૬. કુંવર કહે તમે તેડી લાવે, સઘળી આ વન માંહી; મોહન વિઘલતા તતક્ષણ તિહાં પહેતી, દેતી વધાઈ ઉછાંહ. મોહન૧૭. તે સહુને કહી વાત તે સઘળી, તે સુણી કરત સજાઈ; મેહનો માતપિતાદિક ખેટ સુતાનાં, આવ્યાં પરિજન ધાઈ. મિહન, ૧૮. સુંદર રન વિમાન રચિને, ચંપાપુરી ઉદ્યાન; મોહન કનકમથી એક મહેલ બનાવી, ઉતરીયાં એક તાન , મેહનો ૧૮. રાજા રહીયત દર્શન આવે, જાણી સુર સાક્ષાત મેહન” દેવ નઈ જળ સ્નાને આવ્યા, કરવા પાતિક, ધાત. મોહન૨૦ઇન્મિલ કુવર ચઢી વરડે, ચેરી બાંધી વિશાળ; મેહન ઉતરીયા સવિ સજજન સાખેં, પરણ કન્યા અઢાર. મોહન. ૨૧એચરે કન્યા સર્વ વળાવી, વરને કરે સત્કાર; મેહન કનક રતન આજે બહુ દેઈ રાત્રિ વણ્યા પુર બાહાર. મેહન૨૨. રવિ ઉદયે વિતાવ્ય સધાવ્યા, આવ્યા કુંવર નિજ ગેહ, મેહન રમણ તીસ રમે રસ ભેળી, ધરતી પરસ્પર નેહ. મોહન૦ ૨૩. ભાગ્યદિશા ભરપૂર વહે જસ, નહિ તસ ઘરમાં કલેશ; મેહન જસ ઘર પુણ્ય દિશા પરવાર, તસ ઘર-કલેશ પ્રવેશ. મહના ૨૪. રસભર રમણ રહે આણદે, બાળક ઈચ્છા પૂર; મેહન લઘુ ગુરૂ વિનય વહે તસ ઘરમાં લક્ષ્મી વસે ભરપૂર. મહિન૦ ૨૫. એક એકથી ઘર નજર રે, વ્યભિચારી નર નાર; તે દેખી લક્ષ્મી લજવાણી, જાય રૂઠી ઘર બાર. મોહન ૨.
મેને૦