________________
શ્રીમાન વીરવિજયજી--ધમ્મિલકુમાર. પ૦૬ બહુ ચંપક વૃક્ષ અશક, શીતળ જેહની છાંયડી રે; મધુરાં વર નિર્મળ નીર, કૃપ સરોવર વાવડી રે. ચં૦ ૬. સહકાર તરૂને ડાળ, કોયલ બેઠી ટહુકા કરે રે; કમળા વિમળા ને કુમાર, હર્ષ ભરે તિહાં ઉતરે રે; મુખ શુદ્ધ કરી લેઈ વાર, ચાર ઘડી દિન આવતે રે; જિનરાજનું મંદિર ત્યાંહી, દેખી ધમ્મિલ જાતે રે. ચ૦ ૭ વિમળા પણ આવી માંહ, જિનમુખ દેખી આણંદતી રે; સાવિયાં દશ તિગ તેણ, વિમળમતિ વિમળા સતી રે; વંદી ઉભી કર જોડ, બેલે પ્રભુની આગળ રહી રે; -ભવ અટવીમાં મહારાજ, કર્મકદર્થન મેં સહી રે. ચં. ૮. ઠામ ઠામ કુદે વને સંગ, મારગ ભૂલી તૃષ્ણ સજી રે; નવિ મળીયો આ સંસાર, તુમ સરીખ રે શ્રી નાથજી રે; આજ પુણ્ય ઉદયને જેગ, મરધર દેશે આ ફળ્યો રે; થઈ મેહેર નજર તુમ આજ મે વિશ્વાસે ચિત્ત સાંકળ્યો રે. ચ૦ . કરી સેવકનાં દુખ દૂર, વછિત મેળા મેળાવજો રે; તુમ ચરણ શરણ મુજ નાથ, સાથ મેળો ભવભવ હરે; જિન વદી ઉતારી બાર, કુંવર કહે કમળા ભણી રે; જઈ આવું ચંપા માંહ, ઠામ ઉતારાને કારણે રે. ચં૦ ૧૦. કહે કમળા દેશ વિદેશ, તે ભરી રે ચ પાપુરી રે; તું ઠગાય રખે વસ ત્યાંહી, જેમ રથશું હરી સુંદરી રે; કહે કુંવર કહો તે વાત, કમળા કહે સુણે દિલ ધરી રે; ચંખપુર દક્ષિણ દેશ, નંદા મુનંદા કટેશરી રે. ચં૧૧. શેઠ પુત્રી રૂપાળી નામ, ભીમ કુટુંબિકશું હળી રે; રથ બેસી લઈ ધન લાખ, કરી સંકેત ને નીકળી રે; આવી ચંપાવન ઉપકઠ, ચકા નદીતટે ઉતરી રે; સિંહ ક્ષત્રી પૂછે તાસ, ધૂર્તકળા ચિત્તમાં ધરી રે. ચં૦ ૧૨. સુષિ કન્યા મુખે પિતનામ, કહે સિંહ હું ભલે આવિયો રે; મુઝ માતુલ સુત તુઝ માત, વાત સજી ઘેર લાવી રે;