________________
પંડીત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક.
૩૫૯
અતિ આહાર શીત તાપથી રે, ઘાત પાત વશ થાયરે પ્રાણી. વાલેસર૦ ૮. અંગ સગ પંક નીરમે રે, વસી કમલ સમાન, સસ્પેશિરે યું મણિ રહે રે, આપ અલેપ સુજાણ પ્રાણી. વાલેસર૦ ૧૦. પાંચ ભૂત જડ એક મિલ્યા રે, નામ કર્મ સંગ. તુ પવન પ્રકાર સહી કરી રે, ન્યુ વાદનું જોર રે પ્રાણી વાલેસર૦ ૧૧. ચિદાનદ તું જ્યોતિ છે રે, અવિનાશી અવિકાર; બહાં રહેવું તુઝને નહિં રે, આપો આપ વિચાર રે પ્રાણી. વાલેસર૦ ૧૨. અન તવાર લઈ મૂકિયાં રે, એહવા દેહ સ્વરૂપ, હવે કાઈ ધરવું નહિં રે, સ્વયંમસ્પ ચિપ રે પ્રાણ. વાલેસર૦ ૧૩. એહ વચન નિજ નારીનુ રે, માન્યુ આતમરાય, પરમ બ્રહ્મ પદ પામવા રે, કીધો એહ ઉપાય રે પ્રાણી વાલેસર૦ ૧૪. જોગ નિધન સાચવે રે, તન મન વચન પ્રકાર; પ્રકૃતિ પચ્ચાસી, છોડવે રે, લાગીથી જવું છારે પ્રાણું. વાલેસર. ૧૫. ગુણઠાણ ચૈદમે સ્થિર રહે રે, લઘુ અક્ષર પચ સાર. ચેતના રાણી પરવર રે, જાયે મુક્તિ મઝાર રે પ્રાણી વાલેસર૦ ૧૬. બાણ છુટો જિમ ધનુષથી રે, નિર્લેપ તુંબી દેખ, દીપ શિખા ઉચી ધસે રે, યુગને કીધ વિશેપ રે પ્રાણી. વાલેસર. ૧૭
અતુલી બલ એ આતમા રે, એક સમયમાં જાય, રિજુ ગતિ સમશ્રેણે કરી, પરમાનંદ ૫દ થાય રે પ્રાણ. વાલેસર૦૧૮ પરમ ધ્યાન પદ પામિયો રે, પરમ મંગલ પરકાશ, ધર્મ મદિર કહે એ સુણ્યાં રે, થાયે અધિક ઉલ્લાસરે પ્રાણી વાલેસર. ૧૯
ઢાળ, ૧૭ મી.
(પ્રણમી પાસ જિનેસર કેર—એ દેશી ) હવે શિવપદ ગુણસ્થાનક ગુણ ધૃણિયે, આગમ અર્થ થકી યુ સુણિયે, અયલ અક્ષય પદ એહજ કહિયે, ચોદેરાજ શિરેપર વહિયે. ૧ નરલોક જેતી લાંબી પહેલી, છત્રાકારે અતિતી ધવલી, સિદ્ધ શિલા ઉપર આકાશે, નિજ નિજ અવગાહન કરી ભાસે. જ્ઞાનાવરણ ગયાથી પાયો, કેવલ જ્ઞાન અનંત સમાયે,