________________
उ०८
જેનકાવ્યદેહન મદનવશે મહાદેવજી, ગોપી પરણ્યા નાર; સલૂણે. ભિક્ષા તે ભાવે નહિ, સાંભળજે ભરતા સલૂણે. મંદન૧૪. ભિક્ષા સખરી ભિક્ષુને, ગેહીને ન અહાય; સલૂણો. ધાન્ય ઘણું ઘરમાં હુવે, ને કહુ તુજ ઉપાય. સલૂણો. મદન ૧૫.
દેહરા ગારી કહે મહાદેવજી, જાઓ કૃષ્ણની પાસ, ક્ષેત્રભૂમિ તે આપશે, બીજ ધનંદ પરકાશ. હળ તે હલધર આપશે, યમઘર મહિપ ગુચંગ, વૃષભ એક તુજને અછે, ખેતી કર મન રંગ ભાતુ હુ લાવીશ ભલુ, ઈમ ચલશે ઘરવાસ, પણ ભિક્ષા નહિં જમશુ, ઈમ કીધો ઉપહાસ, કામ વિટંબન બહુ કરી, નવ નવ કર્મ વિકાર, કહેતાં અત ન પામિયે, ઈમ જાણે કિરતાર પારાશર જમદગ્નિ વલી, ચૂકાયા ઇણે કામ, તીન ભુવન જીત્યા છણે, ફિરિ ફિરિ સઘળે ઠામ. પુણ્યરંગપાટણની દિશે, ચાલ્યો મદન કુમાર, તિણ વેળા તે નગરમાં, પ્રગટયો એ આચાર.
ટાળ ૧૧ મી.
( શયલ પર્વત ધાધલે રે લોલ –એ દેશી ) કર જોડી કરે વિનતિ રે લોલ, મંત્રી વિવેકને એમ રે; રાજેસર. પુણ્યરંગપાટણમાં હુવે રે લોલ, ઉત્પાત સઘલા કેમ રે રાજેસર, કર૦ ૧ ગઢ મઢ મંદિર ધ્રુજિયાં રે લોલ, ભૂકપ તારાપાત રે; રાજેસર. શેણિત બિન્દુ આકાશથી રે લોલ, વૂઠા ન વારૂ વાત રે. રાજેસર. કર૦ ૨. તિર્ણ અવસર કિણ આખીયે રે લોલ આયો મેહ કુમારરે, રાજેસર, રાજા પ્રજા સહુ શંકિયા રે લોલ, ભૂડા અસુર અપાર રે. રાજેસર કર૦ ૩. મંત્રીશું નૃપ ચિંતવે રે લોલ, કીજ છણશું જુઝ રે; રાજેસર. છતહ૭ી જે હુજી રે લોલ, તે કીજે એ ગુજ રે રાજેસર કર૦ ૪. મત્રી કહે ગુણ સાહિબા રે લોલ, ગુરૂનું વચન છે આમરે; રાજેસર