________________
૨૮૦
જિનકાવ્યદેહન. શમ દમ સધળા ભાવ, આનંદ અધિક ઘણું રી; - તમ સેવ્યાં લહે લેક, નહિં કાંઇ રિદ્ધિ મણું રી. રવિથી નાસે ઘુક, મેરથી નાસે ભુજંગા; તેમ તુજ આણુથી દોષ, ન કરે કે પરસંગા. જંગમ સ્થાવર જીવ, તું સઘળાં સુખદાઇ; મિત્ર અમિત્ર સમાન એ તુમમેં અધિકાઈ.. તુમ ગુણ કર પાર, કહેતાં ક્યુંહિ ભાવે ! પણ આપણું મતિ સાર, સેવક ભાવ જણાવે.
દેહરા, ઈમ સ્તવના જિન રાજની, કીની બે કર જોડ વળી પંચાગે પય નમે, મન મદ મચ્છર છેડ. કૃપા કટાક્ષે જોઈને, ઈમ બોલ્યા જિનરાજ; પરખદ બારાં સાંભળે, ધરિ ચિત્તમાંહિ સમાજ. વીર વિવેક કહી જિયે, તે છે એહ, કુમાર; ભાતે ભાત ભલી પરે, તત્વ બુદ્ધિ ભંડાર. નાયક વિના સેના કિસી, જ્ઞાન વિના ક્યું વાણિ; જલ વિણ સરવર કે નહિં, ગુણ વિણ લાલ કબાણું. ધર્મ કર્મ તિમ એ વિના, સખરે ના ધાત; ભલી બૂરી સબ ભાવની, તરત લખે એ વાત. વિકલેજિયમાં એ નહીં, પશુ નરકમૅ નહિ; પ્રાયઃ નરમાં એ વસે, વળી આરજ કુલમાંહિ ત્યાં પણ કે વિરલા કને, પૂરણ લાભે એહ; છીપ ઘણું સધળી નહિ, મતી ધારે જેહ. અહંકાર ઇણમે નહિ, કૃપણભાવ નહિં કાય; મીઠા બોલે મુખ હસે, ધર્મવંત વળિ હેય. લાજવંત મતિવત એ, પર દોષ કંકણહાર; સુખમાંહે મૂંઝે નહિ, દીન હીન દુઃખ ચાર વિણ ઉપકારે ઉપકરે, નિમલ ગંગ તરંગ;