________________
ર૬૮
જૈનકાવ્યદેહન.
દેહરા, અણુ પરિ સઘળી ભૂમિકા, ભમી ભમતી ભૂર; વિસામો લાધો નહિં, બેદ કરે જે પૂર.
ઢાળ ૬ ઠી,
( રહો હો હો હો વાલાએ દેશી. પ્રવચન પુર ગઈ પાધરી, પુણ્ય તણે અંકર લાલ રે, નિકટ ભાવી નિરખે સહિ, પાપીયડા છે દૂર લાલ રે. પ્રવચન. ૧. ચારિત્ર પ્રાસાદને ઉપરે, ધર્મધ્વજ લહકાય લાલ રે, દરથકી પણ દેખતાં, આનંદ અગ ન માય લાલ રે. પ્રવચન. ૨. પુણ્ય પવિત્ર પરિણામથી, ઉપદેશ નગરમા જય લાલ રે; પાપ કર્મ ચડાલનું, પગ પેસાર ન કય લાલ રે. પ્રવચન ૩. સાધુ શિરોમણિ સત જે, નગર મધ્યે રહે તે લાલ રે, દેશવૃતિ ને સમકિતી, બાહિર વસિયા અછહ લાલ રે. પ્રવચન ૪. પ્રવચન પુર વાસી ઘણા, સઘળા સુખિયા લોક લાલ રે, તત્ત્વતણે સુખ આગલેં, તૃણુ સમ સુખ સુરલોક લાલ રે પ્રવચન પ. ત્યાથકી મુક્તિ પુરી ભણી, સાથ ચલે દિન રાત લાલ રે; ચાર ચરડ લાગે નહિં, ભીતિ તણું નહિં વાત લાલ રે. પ્રવચન . તસુ પુરવાસે વન અછે, ઇયિદમન છે નામ લાલ રે; નિવૃત્તિ તારી દેખિય, અનુપમ એ અભિરામ લાલ રે. પ્રવચન છે સાધુવદન તે કુડ છે, જિન વચનામૃત નીર લાલ રે. ભૂર ભવિક પંથી ભણી, જાયે ભવની પર લાલ રે, પ્રવચન ૮. ધર્મવચન કલ કટરા, યોગી મધુકર સાર લાલ રે; નિવૃત્તિ વિસામો તિહાં લિયે, ખેદ ગમાણહાર લાલ રે. પ્રવચન) ૯. યોગ ત્રિભૂમિ આવાસ છે, તિહાં ઈક નરને દીઠ લાલ રે; દિલભર દર્શન તેહનું, અમૃતથકી પણ મીઠા લાલ રે. પ્રવચન ૧૦. વિદ્યાનો ભડાર છે, જાણે સઘળી વાત લાલ રે; વદના કીધી નારિ, જગમ તીરથ જાત લાલ રે. પ્રવચનો ૧૧.