________________
૨૩
પંડિત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક.
ઢાળ ૭ મી. રાગધન્યાશ્રી.
( ભરત નૃપ ભાવશુ એ—એ દેશી ) ધર્મચિ એમ સાંભળી એ, લે છાવર આદેશ,
મહામુનિ સેવિયે એ. એ ટેક ચાલી તે તિહા જાય એ, તસુ વનને પરદેશ મહામુનિ ૧. એકાદશમી પ્રતિમા ધરી એ, ધ્યાન ધસ્યા લયલીન. મહામુનિ લપકણી ક્ષણમાં કરિ એ, આવશે ગુણઠાણે ક્ષીણ મહામુનિ ૨. તેરમે કેવળ પામશે એ, લોકાલોક પ્રકાશ, મહામુનિ કવળ મહિમા સુર કરે એ, આણું અધિક ઉલ્લાસ મહામુનિ૩. દેવના દુ દુભિ વાજશે એ, જય જય શબ્દ સુહાય, મહામુનિ ગ્રામના લોક સહુ આવશે એ, વંદન કારણ ધાય. મહામુનિ ૪. ગામને ચોધરી આવશે એ, મહિમા દેખણકાજ, મહામુનિ ચમત્કાર ચિત પામશે એ, ધન્ય ધન્ય સષિરાજ. મહામુનિ ૫. જાપ હમ કીજે ઘણું એ, એકે ન આવે દેવ; મહામુનિ અણુતેડયા આવી કરી એક લાખ જ્ઞાનેં કરે સેવ. મહામુનિ ૬. દેવે નહિ લેવે નહિ એ, આદર ન કરે કેય. મહામુનિ દર્શન સ્વને દેહિલ એ, તે સુર સેવક હોય. મહામુનિ છે. પ્રભુતા લવલામે કરી એ, માનવ માન કરેઈ, મહામુનિ અનુપમ પ્રભુતા એહની એ, સમતા દમતા ધરે મહામુનિ ૮. રૂડે રૂપ સોહામણો એ, યવન લાવણ્ય જેર, મુહામુનિ તપ જપ તેજ દિવાકરૂ એ, કણ ક્રિયા પણ ઘોર. મહામુનિ ૯. એમ ઉલસિત પરિણામશુએ, ભાવભક્તિ મનકામ, મહામુનિ ચરણ કમળ વાદી કરી એ, બેસી યથાયોગ્ય ઠામ. મહામુનિ ૧૦. દેશના દેઈ રહ્યા પછી એ, એકાંત વેલા પાય, મહામુનિ ગ્રામણું કર જોડી કરી એ, પૂછશે ચિત્ત લગાય. મહામુનિ ૧૧ તુમ દર્શનથી પામિયા એ, વિસ્મય વાર વાર, મહામુનિ તમેં કોણ કયાથી આવિયા એ, એ રૂદ્ધિ કરે પ્રકાર. મહામુનિ ૧૨ તે વિરતંત કીજિયે એ, ન્યુ મને આનંદ થાય, મહામુનિ વચન સુધારસ પીજિયે એ, ભવની પ્યાસ બુઝાય મહામુનિ ૧૩.