________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧૮૭
સાચે
સાચે
આનદ ઈભ્યની એવના રે, રાખે ન અંતર રે; સતિ મનમાહી દુઃખ ઘણું રે, કીધા કરમના દેવ. સાચે ૧૭ શીલ સલૂણ સાચવે રે, કરતી વિનય વિવેક, કઠિણ વચન નવ લેખવે રે, સમરે શ્રીજિન એક, સાચે ૧૮.
જ્યા લગી પ્રીતમ નહિ મળેરે, ત્યાં લગી ધરમની સાખ; સાચે આંબલનું તપ આદરે રે, આવશ્યક દેય ભાખ. સાચે ૧૯. સમતા સુઘર રંગે રમે રે, ન ગમે પાપ પ્રસંગ, સાચે પપધ પર આદરે રે, છેદે અંગ અન. સાચે ૨૦. નવ પદ ગણી દિન નીગમે રે, મન વચ કાય સયોગ, સાચે આવે દુઃખ ચિત્ત ચિંતવે રે, એ સહુ કરમના ભેગ. સાચે ૨૧. દુ:ખ નીગમી સુખને લહ્યાં રે, ટાળે આળ જંજાળ, સાચે નેમ કહે ખડ પાંચમે રે, સુદર ચોદમી ઢાળ. સાચે. ૨૨.
દેહરા, હવે સુણ નૃપનનું, ચરિત્ર કહુ સવિતત; દાસીએ મેલ્યો કામભુવન, મન કરીને બહુ ખત. ત્યહાં વાસી વ્યતર જિક, દેખી નરપતિ નદ; ઉલ્લફ્યુ હૃદયજ તેહનું, પાપે પરમાનદ, અયિ અયિ પુણ્ય વિચિત્રતા, અયિ અયિ માતવિયેગ; એ અવસર બાળક લો, કયા ભવને ભેગ. પુણ્યવત એ પ્રાણિયે, પૂરણ મહારૂ પુણ્ય; ભવે ભવે ત્રિદશ લા, ધન્ય વેલા ધરા ધન્ય. વાડી ફૂલને અપહરી, છાયું કુંવર શરીર; કે નવ જાણે એહવો, રાખે અચળ સધીર. '
ઢાળ ૧૫ મી. (રાજાને બહુ એ તેરી, રાણું ૩૫ ઉદાર રે–એ દેશ ) તેણે અવસર તેણે નગરી, વસુદત્ત શેઠ સુજાણું રે, બહુ ધનધારી પર ઉપકારી, દાન દયા ગુણખાણ રે;
સુખકારી રે નારી તેહતણી વારૂ.