________________
કનકાવ્યદેહના અવગુણ કીધે માહરે, દોષ ન તાહરે રે, દીધે દેવે છે, કરમ વિટંબણા રે. રેવે અતિ આક્રશ કરે, શૂન્યતા ધરે રે, વળિ વળિ મૂચ્છ લહંત, કરમ વિટંબણું રે; સાસુ સસરા પેખતાં દુઃખ દેખતાં રે, બેલતી મધુરી વાણુ, કરમ વિટંબણું રે. સતિય લહે એમ મન થકી, દુખમાં છકી રે, પામું ક્યાં સુખ ખાણિ, કરમ વિટંબણું રે; મારગમાં મૂઈ નહીં, આવી વહી રે, આણી કરમે તાણિ, કરમ વિટંબણા રે. વર પીહર માતા વસે, પુત્રી હસે રે, જાઉં તેની પાસ, કરમ વિટંબણા રે તેણે હુતી સુખ સ પદા, ટળે આપદા રે, હોશે હૈયડલે ઉલ્લાસ, કરમ વિટંબણા રે. એમ ચિંતવી વળી રાણીએ, ગુણ ખાણીએ રે, હોયે દુખની હાણ, કરમ વિટંબણ રે; સરસ ઢાળ ચોથી હવી, નેમે કર્વી રે, સુણજે શ્રેતા સુજાણ, કરમ વિટંબણું રે.
દેહરા વાહાલા વાહાલી હુ હતી, પ્રાણતણું પ્રતિપાળ; તુજ વિણ ક્ષણ એ દોહ્યલો, દેખું દુખ વિકરાળ. નિકલંકી કલંકી તમે, આણી તમ કુળ ખોટ, મુખ કયી પર દાખશે, પાપતણું ધરી પટ. શીલવતી હવે સચરે, તે ઉખરડી વાટ; રૂધિર ઝરે પદકજથી, નાણે તોય ઉચાટ. લડચડતી પડતી થકી, આવી સરોવર પાળિ; પહકારી પાણી ભર, સરવે રહિ નિહાળ.