________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧૩,
૧૫,
સહુ વાત કહિયે માડી ધરથી વાક નહિ કે અમાણે સુણો મેટકે રે, દિવસ અચ્છ સહિ સાભળો, મહામાસનુ રે, ભક્તિ કરે તજિ આમળો, તવ કુવર રે, આકરા બોલ સુણું તેહના, ગણી નવપદ રે, કરવાળ ઝહી કર જેહના. જેણેપરે કરવાળ કાઢી, જાણે ત્રિભુવન ઉપવા, વ્ય તર સઘળા માન મેલી, દિનકરની પરે દીપવા. નવ પદ તે મહિમા પ્રબળ વ્યંતર બત્રીગે ભય ધરે, ભાગે સ કટ વિકટ સઘળાં, વૈરી ભય જે ય કરે. લીલા લક્ષ્મી રે, લહિયે નવ પર ધ્યાનથી, ટાળે આપદા રે, સદા દે બહુ માનથી. જેણે જપિયા રે, જપમાળા નવકારની, કહો તેહને રે, ચિતા કશી સસારની સંસાર માંથી પ્રગટ પ્રાણી પોતે હોય શુભ વાસના, સ્વર્ગની સુખ સહજ કરતળ, અવર શુભ તસ વાસના, ચોર અરિ વિષ રણહ રેગો પાવક કરિ દધિ ઉપશમે, પરિવાર પ્રોટા પુત્ર બહુલા, દોષ તેના જે દમે. નવકારથી રે, વ્યતર સહુ આગે હુઆ, સેવક પેરે રે, જી જી કરતા આગળ વહ્યા, મહામાસનુ રે, ભેજન રહિયુ વેગળુ, જીવવાતણો રે, સશય પહેલે અતિ ભલુ અતિ ભલી ભાતે તેહજ વાતે વિનવતા તે કુમારને, દાસ અછુ અમે ચરણકેરા, છેડે કરૂણા આણીને, મૂકુ નહિ કહે કુવર તેને, બીડુ સહિ કેમ નિગમુ ? જે મુજ કેણ કરશો એક વારૂ તો હોય તમને સહુ સમુ અતિ ઉત્કટ રે, લપટ વિકટ લાલચી, સહુ વ્યતર રે, ઝિર ઝટતા ઉમચી, ધડ ધડકતી રે, તડકત ધરણીની તબિકા, આગે પાછે રે, આવે જાવે બુબિકા.
૧૭
૧૮
બીક
ન
ક ન ક
-
-
-
-
-
—
*
*
*