________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧૦,
ઊપરિ પૂગી હવેય, ખેડ ભણી સહુ છોડીને જી. સાંભળો શ્રી મહારાય, કન્યા વર ભલો પામશે જી; ગ્રહશે એને હાથ, તેને જગ શીશ નામશે છે. પણ છે તેથી વિયોગે, વરસ સુણો સહી બારનો છે; નહિ છે તેમાં સંદેહ, ઉપક્રમ નહિ એ વિચારને છે, હશે કેમ વિયોગ, ભાખો ને જ્ઞાની ગુણે ભર્યા છે; નહિ છે જ્યોતિષ જેર, જાણે કે વળી ભગવર્યા છે. ગુણવંત કુળ શણગાર, (તમ) પુત્રીબહુ પુણ્ય ભરી છે, નેમ કહે છઠ્ઠી ઢાળ, કહેજ ઢળકો સ્વર કરી છે.
દાહરા. ચંદ્રગુપ્ત નરવર ભલે, હશે નદની નાહ; અધિક કાંઈ જાણું નહિ, કહિયુ ધરી ઉત્સાહ ઉદરે પુત્રી તમતણી, જણશે પુત્ર રતન, કેતી કીજે વર્ણના, કરજે તાસ જતન.
એક છત્ર વર ભૂપતિ, રત્ન ગુપ્ત તસ નામ; (એમ) ગયો વિપ્ર તે બોલીને, વાચ્છિત લેઈ દામ,
ચટપટ લાગી ચિત્તમા, ઊઘ ન આવે રાય, ભત્રીને મહીપતિ કહે, શોધ કરે તમે તાય. સુમતિ કહે (તમે) સાચુ કહ્યું, માડવિયો મહારાજ, દાણુ લિયે બહુલ સદા, કરે અજુગતુ કાજ. તે કારણ પરદેશના, આવે નહિ વ્યાપાર; વ્યવસાયી બહુ વાણિયા, મૂકી ગયા અપાર. દર અને પાસે નહિ, ધન પટ્ટણ, ધનધામ, દેશ દેશના આવિયા, જાય ઘણું તે ગામ. માંડવિયે ઉઠાડિને, રાયે મૂક્યું દાણ, નીક વહે જ્યમ નીરની, ત્યમ આવે સુવિહાણ.
ઢાળ ૭ મી. (લેકારણ જાયો દીકરા, સોનારી હે—એ દેશી )
માંડવિયા સુણ માહરી, મહારાજા છે,