________________
ખે
છે
નકાવ્યદેહન
પદ્યરત્ન ૧૦૦ મુ. રાગ-આશાવરી, બેહેર બેહેર નહી આવે, અવસર બેહેર બેહેર નહી આવે;
ક્યુ જાણે યુ કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવસર૦ ૧. તન ધન જોબન સબહી જૂઠ, પ્રાણ પલકમેં જાવે; અવસર૦ ૨. તન છૂટે ધન કેન કામકે, કાયક કૃપણ કહાવે. અવસર૦ ૩. જાકે દિલમે સાચ બસન હે, તારું જૂઠ ન ભાવે, અવસર૦ ૪ આનંદઘન પ્રભુ ચલત પથમે, સમરી સમરી ગુણ ગાવે. અવસર પ.
પદ્યરત્ન ૧૦૧ મું. રાગ-આશાવરી, મનુસ્વારા મનુપ્રાસ, રિખભ દેવ મનુયારા. એ આંકણું. પ્રથમ તીર્થકર પ્રથમ નસર, પ્રથમ યતિવ્રતધારા, રિખભ૦ ૧. નાભિરાયા મરૂદેવકે ન દન, જુગલા ધર્મ નિવારા. રિખભ૦ ૨. કેવલ લઈ પ્રભુ મુગતે પોહોતા, આવાગમન નિવારા: રિખભ૦ ૩. આન દધન પ્રભુ ઈતની વિનતી, આ ભવપાર ઉતારા, રિખભ૦ ૪
પદ્યરત્ન ૧૦૨ મું. રાગ-કારી. એ જિનકે પાય લાગારે, તુને કહયું કે, એ જિનકે એ કણ. આઠઈ જામ ફિરે મદમાત, મેનિદરીયાણું જાગ રે તુને ૧. પ્રભુજી પ્રીતમ વિન નહી કોઈ પ્રીતમ, પ્રભુજીની પૂજા ઘણી માગ રે તુને ૨. ભવકા ફેરા વારી કરે જિનચા, આદધન પાય લાગશે. તુને ૩.
પદ્યરત્ન ૧૦૩ મું. રાગ-કેર, પ્રભુ ભજ લે મેરા દીલ રાજી રે. પ્રભુત્વ એ આંકણી. આઠ પહોરકી શઠ ઘડીયાં, દો ઘડીયા જિન સાજી રે. પ્રભુ ૧. દાન પુણ્ય કર્યુ ધર્મ કર લે, મોહ માયા ત્યાજી રેપ્રભુ ૨. આનંદઘન કહે સમજ સમજ લે, આખર વેગા બાજી રે પ્રભુ ૩.
પદ્યરત્ન ૧૦૪ મું રાગ-આશાવરી, હઠિલી આંખો ટેક ન મેટે, ફિર ફિર દેખણું જાઉં; હઠિલી આંકણું. છયલ છબીલી પ્રિય છબિ, નિરખત તૃપતિ ન હોઈ, નટ કરિડક હટ કભી, દેત નગોરી રે. હઠિલી. ૧.