________________
જૈનકવિતા.
શ્રીયુત મનસુખલાલ રવજીભાઈ મહેતાની જૈનસાહિત્યસેવા સાક્ષર વર્ગને સુવિદિત છે, “સનાતન જૈન” ન ત ત્રી તરીકે સમગ્ર જૈનકામને હિતકર થઈ પડે એવા લેખો લખી સમગ્ર જૈનકેમની સેવા બજાવવાને વ્યાજબી રસ્તે બીજા જનપત્રોને તેમણે બતાવ્યો છે માગધી ભાષાના અભ્યાસની અને યુનિવર્સિટીમાં જૈનસાહિત્ય દાખલ કરાવાની ચર્ચા પ્રથમ તેમણે ઉપાડી હતી. જૈન કાવ્યદેહન પ્રગટ કરવાની પહેલ પણ તેમણે જ કરી છે. શરીર આરોગ્ય નહિ હોવા છતાં તેઓ જૈનસાહિત્યની બની શકતી સેવા બજાવ્યે જાય છે એ નજરે જોયા પછીજ આટલું લખવાનું મન થયું છે. તેમના તરફથી પ્રગટ થતા જન કાવ્યદોહન માટે જૈન કવિતા વિષેના મારા આગલા વિચારે છે જે વિચારમાં હજી ફેરફાર થયો નથી તે આ નીચે દર્શાવું છું.
જૈનસાહિત્ય વિષે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સ્થાન પરથી સાક્ષરમંડનમણિ ગોવર્ધનરામભાઈએ તેમજ સાક્ષર શિરોમણિ કેશવલાલ ભાઈ ધ ગ્ય વિવેચન કર્યું છે. એવા નિષ્પક્ષપાત ત્રાહિત વિદ્વાનના અભિપ્રાયને લીધે જૈનેતર વિદ્વાનો જૈન સાહિત્યપ્રતિ સહાનુભૂતિ બતાવવા લાગ્યા છે અને એ સાહિત્ય તરફ જરા જરા ડોકી કરવા લાગ્યા છે એ માટે જૈને ઉક્ત બને વિદ્વાનોના આભારી છે.
કવિ દલપતરામે કાવ્યદેહનની પ્રસ્તાવનામાં જુદા જુદા કવિઓના સંબંધમાં કંઇક કહ્યું છે. તેમનાં નામ માત્ર પણ સભાર્યા છે. ત્યારે જૈન કવિઓ સંબધી એક અક્ષર પણ લખ્યો નથી. કાવ્યદેહનના ૧ લા ભાગમાં જ્યારે ત્રીશ કવિની કવિતાઓ લીધી છે ત્યારે તેમાં માત્ર એકજ જૈન કવિતા દાખલ થવાને ભાગ્યશાળી થઈ છે તે જ પ્રમાણે કાવ્યદેહનના બીજા ભાગોનું સમજી લેવું આપણે એમ માનીએ કે જૈન કવિની કવિતાઓ કે ગ્રંથની કોઈ પણ વિશેષ હસ્તલિખિત પ્રતો તેમના હાથમાં આવી નહિ હોય; પરંતુ તેમ નથી. તેઓશ્રી કાવ્યદેહનના પૃ. ૧૫૩ મે જણાવે છે કે “બીજા હિંદુઓ કરતાં જૈનના જતિઓએ રચેલા ગુજરાતી ભાષાને