________________
સ્થિરાદષ્ટિ
: ૫૭ : અંગ અહીં પ્રાપ્ત થાય છે. પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષય છે તેમાં
ઇંદ્રિને ન જોડતાં સવચિત્ત સ્વરૂપાનુસારી ઇન્દ્રિયવિષય તેને બનાવી દેવી તેનું નામ પ્રત્યાહાર, પર વિજય એ તેને મૂળ અર્થ છે અને તે ગાંગ
અહીં ચેતનને પ્રાપ્ત થાય છે. ચેતન અહીં સૂક્ષ્મ બોધ ગુણ પ્રાપ્ત કરે છે એટલે ચતુર્થી દષ્ટિ સુધી અષ, જિજ્ઞાસા, શુશ્રુષા અને શ્રવણ થયું હતું, તેને અંગે અહીં સૂમ બધ ઉત્પન્ન થાય છે. વેદસંવેદ્ય પદ પ્રાપ્ત થવાથી આવું સુંદર પરિણામ આવે છે એમ સમજી લેવું. સામાન્ય રીતે એની ચર્ચા પણ એવા પ્રકારની થઈ જાય છે કે તેને અતિચારદોષ બહુ અલ્પ લાગે છે વિચાર કરીને ચાલનારની ચર્ચા પ્રાયઃ પાપ વગરની હોય છે. જેમ નાનાં બાળકો ધૂળનાં ઘર બનાવે અથવા ગંજીપાનાં નાનાં ઘર બનાવે તેવી આ સંસારની દિડા તેને લાગે છે. તેને એમ જણાય છે કે સંસારચક્રમાં ફરતાં આ પ્રાણી ભવભવમાં નવાં નવાં ઘર માંડે છે, તેમાં અનેક પ્રકારની રચનાઓ કરે છે અને તેને ઘરનું ઘર માને છે–એ સર્વ બાળકની કીડા જેવું છે, બાળચપળતા છે, વિચારતાં મનમાં હાસ્ય આવે તેવી તે બાબત છે. અહીં તેની ભવવાસના
ઊડી ગયેલી હોવાથી અને તેને ચૈતન્ય બાહા ભાવ પર ગુણ પ્રગતિ પામેલ હોવાથી તેને અનેક વિચારણું અદ્ધિ-સિદ્ધિઓ મળી આવે છે, પરંતુ
આ જીવ સમજે છે કે તે સર્વ પીદ્દગલિક છે, અનામીય છે, સંસારને વધારનાર છે અથવા સંસારમાં ફસાવનાર છે. એ શુદ્ધ આત્મભાવમાં રમણ કરતાં બાહ્ય ભાવે