________________
તારાષ્ટિ
: ૩૯ : તેમ વળે છે તેવી રીતે આની પાસે કઈ પણ હિતશિખામણ કહે તે તે બહુ સરળપણે આદરે છે અને તે વાત જે શિષ્ટસમ્મત હોય તે તે પિતાને લાભ કરનાર જાણે આદરે છે. આ દૃષ્ટિમાં વર્તતે પ્રાણી હઠ-કદાગ્રહ છેડી દે છે, તેનામાં પરમતસહિષ્ણુતા આવી જાય છે, પિતે શિષ્ટસખ્ખત માર્ગે ચાલે છે, પણ પિતાથી વિપરીત માર્ગે ચાલનાર ઉપર દ્વેષ ન રાખતાં તેઓને બનતી રીતે સુમાર્ગ પર લાવવા પ્રયત્ન કરે છે અને તેમ કરતાં જે તે વળી ન શકે તે તેના કર્મ ગાઢ છે એમ વિચાર કરી પોતે વિરમી જાય છે, પણ તેને સાંસારિક કે શારીરિક નુકશાન કરવાને વિચાર કરતા નથી. વળી તે સત્ય માર્ગની શેધ માટે પિતાની જાતને ઉઘાડી રાખે છે અને પિતાનું તે સારું એ વાતને બાજુ ઉપર રાખી કેઈ પણ પ્રકારના હઠ-કદાગ્રહને ત્યાગી સારાની–સત્યની-કલ્યાણમાર્ગની શોધમાં આગળ વધતું જાય છે. વળી એ ઉપરાંત આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને ઉન્નતિક્રમ એટલે વધી જાય છે કે એ પ્રાણી પિતામાં ન હોય તેવા ગુણ હેવાને દેખાવ કદિ પણ કરતા નથી. અછતા ગુણ માટે માન લેવાની દાંભિક વૃત્તિ આ કાળમાં કેટલી વધી ગયેલી છે તેને ખ્યાલ કરનાર આ ઉન્નતિમાર્ગ પર પોતાની કેટલી પ્રગતિ થાય છે તેને વિચાર કરી શકશે. પ્રથમ દૃષ્ટિ કરતાં આ બીજી દૃષ્ટિમાં ઉન્નત દશા કેટલી આગળ વધે છે તે જોવામાં આવ્યું હશે. અહીં તત્વજિજ્ઞાસા થવા ઉપરાંત સપાટી ઉપરને ખ્યાલ કરતાં સહજ ઊંડાણમાં ઉતરાય છે અને તેટલા પૂરતી આત્મજાગ્રતિ વિશેષ થાય છે. એટલે દરજજે આત્મજાગૃતિ વિશેષ થાય તેટલે અંશે ઉન્નતિક્રમમાં વધારે થ સમજ.