________________
: ૩૮ :
જૈન દષ્ટિએ ધોગ. જેને તે લંગટા કે સાધુડા કહીને તિરસ્કાર કરતે હતે તેના તરફ હવે બહુ જ માનની લાગણીથી તે જુએ છે. વળી એવા
ગીઓને યથાશક્તિ અન્નદાનાદિવડે ઉપચાર કરે છે, તેઓને પિતાની ઉપર પરમ ઉપકાર છે એ વાત મનમાં બહુ સારી રીતે સમજે છે અને તેઓને ઉપચાર કરે તે પોતાની ફરજ સમજે છે. આવી રીતે ઉપચાર કરવાની ટેવથી તેને પિતાને અનેક પ્રકારનાં લાભાન્તરાય કર્મો પૂર્વબદ્ધ હોય છે તે ખસી જાય છે અને તેના હિતનો ઉદય થાય છે તેમજ તેના વ્યાધિ વિગેરેને નાશ વભાવતઃ જ થઈ જાય છે અને તે પ્રાણી શિષ્ટ પુરુષોમાં ચગ્ય સન્માનને પાત્ર થાય છે. આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને સંસાર ઉપર સવિશેષ ખેદ પ્રાપ્ત થાય છે, ઉચિત કાર્ય કરવામાં તે કદિ પાછું વાળીને જેતે નથી અને અજાણપણે પણ કદિ અનુચિત કિયા તે કરતો નથી. તેને મનમાં એમ થાય છે કે આ સંસારની વિચિત્રતા ભારે જબરી છે અને જ્યાં જઈએ ત્યાં એવા અનુભવ થાય છે કે તેને વિચાર કરતાં કાંઈ નિરાકરણ થતું નથી, શા અનેક છે, તેને પાર પામ મુશ્કેલ છે અને આપણું આયુષ્ય અને બુદ્ધિવૈભવ શેડાં છે તેથી શિષ્ટ પુરુષે કહે તે પ્રમાણભૂત છે. શિષ્ટ એનું નામ કહેવાય કે જેમણે સંપૂર્ણ વિચાર કરીને પરસ્પર વિરોધ ન
આવે તેવી વાત કરી હોય અથવા તેવી શિષ્ટ પ્રામાય વાત કરતા હોય. એ લક્ષણ પ્રમાણેના
શિષ્ટ પુરુષોને શેધી કાઢી તેઓ જે વચન કહે તે પ્રમાણ કરે છે. એનામાં સરળપણું એટલું બધું આવી જાય છે કે જેવી રીતે શુદ્ધ સેતું હોય તે તેને જેમ વાળીએ