________________
મિત્રાષ્ટિ
': ૩૩ : પ્રાણુઓને વિશેષ હેરાનગતિ વ્યવહારમાં પણ થતી નથી તેવી રીતે આવા અલ્પ ભાવમળવાળા પ્રાણીઓ ઈષ્ટસિદ્ધિ માટે આગળ વધ્યા જાય છે.
અહીં સાધારણ રીતે એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે-આવા અવંચકત્રય જેવા મહાવિમળ ગુણને પ્રાપ્ત કરનાર પ્રાણી
પણ જે પ્રથમ દૃષ્ટિમાં હેય તે પછી કણિવાન પાણી પર ઘણાખરા પ્રાણીઓને ઉપરનાં ગુણસ્થાનકે વિચારણા કેમ પ્રાપ્ત થાય ? ધર્મનાં બીજ
વાવનાર, સંસારથી ઉદ્વેગ પામનાર અને ઉત્તમ સંગે પ્રાપ્ત કરનાર પ્રાણી પણ હજુ પ્રથમ દષ્ટિમાં હોય અથવા પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકે જ વર્તતે હેય (અહીં જણાવી દેવાની જરૂર છે કે-આ પ્રથમ દૃષ્ટિમાં વર્તતા જીવે મિથ્યાત્વ ગુણસ્થાનકે વર્તતા હોય છે. ) તે પછી ઘણાખરા પ્રાણીઓને તે ઊભા રહેવાનું સ્થાન આ દ્રષ્ટિમાં જ મળે નહિ, પછી સમ્યકત્વપ્રાપ્તિ અને ચતુર્થ કે પંચમ ગુણસ્થાનકની વાત તે શી કરવી? આ પ્રશ્ન સાધારણ છે અને ખરેખર વિચારમાં નાખે તેવે છે, પરંતુ એનો જવાબ એ જ છે કેવસ્તુસ્થિતિ છે. સાધારણ બાહ્ય ક્રિયા માત્ર કરવાથી પોતાનીજાતને ઉન્નત થયેલી માનનાર ઘણુંખરું આત્મવંચના કરે છે, અતિ વિશાળ વિચાર કરીને જ્ઞાની મહારાજે અહીં દષ્ટિરચના અને તેની સંકલના બતાવી છે, તે ઉપરથી પોતાની જાતે વિચાર કરવાને છે કે આપણે ઉન્નતિક્રમમાં કઈ દશામાં વર્તીએ છીએ! પિતે ઉન્નત થયેલા હેય એમ માનનાર કદાચ