________________
મિત્રાદષ્ટિ
: ૩૧ : કામ તરફ અપ્રીતિ થાય અથવા વૃદ્ધાવસ્થા થયા પછી સ્ત્રી ઉપર ઉદ્વેગ થાય તે ઉદ્દેશ સાંસારિક સર્વ કા તરફ
સાધારણ રીતે તેને થાય છે. એ ઉદ્વેગ પ્રથમ દષ્ટિમાં એવા પ્રકારને થઈ જતું નથી કે જેથી પ્રાણીનું વતન તે સર્વસ્વ ત્યાગ કરી દે, પરંતુ તેને
હવે સંસાર ઉપર કંટાળે આવવા માંડે છે, મતલબ તેને અહીં સંસારથી આગળ વધી જવાના માર્ગ પર ચઢવાની દિશાનું દર્શન થાય છે. અહીં તે દ્રવ્યથી કેટલાંક વ્રત-નિયમે પણ લે છે. હજુ તેનું મન તે વ્રતાદિકમાં બહુ પ્રવેશ કરતું નથી, પણ સામાન્ય રીતે ઉપર ઉપરથી દ્રવ્યવ્રતપાલન કરી સામાન્ય પ્રકારે આ દિશામાં વર્તતે પ્રાણ ત્યાગ વૈરાગ્ય તરફ રુચિભાવ બતાવે છે. સારાં સારાં શુદ્ધ ધર્મનાં પુસ્તકો લખાવવાં, પુષ્પ વસ્ત્રાદિથી તેની પૂજા કરવી, પુસ્તક વિગેરેનું પાત્રને દાન દેવું, પોતે સારાં સારાં પુસ્તકનું વાંચન કરવું, પુસ્તકો સારાં મેળવવા માટે પ્રયત્ન કરે, પુસ્તકમાં બતાવેલી સારી સારી રહસ્યની વાતે યોગ્ય પુરુષ પાસે સમજીને પ્રકાશવી, પુસ્તકોનાં સ્વાધ્યાય, મનન, નિદિધ્યાસનાદિ કરવા–એવી રીતે જુદે જુદે પ્રકારે જ્ઞાનપ્રાપ્તિ તરફ તેને સ્વાભાવિક રીતે આકર્ષણ થાય છે અને તેને માટે જુદી જુદી દિશામાં તે પ્રયત્ન કરે છે, વ્યવસાય આદરે છે અને તે તરફ અનેક રીતે રુચિ દર્શાવે છે. તે અનેક મોટાં કાર્યો કેમના, દેશના અથવા જગતના હિતનાં કરે છે. પણ તે મન વગરનાં કરતું નથી. સારી રીતે પિતાની ચેતનાને વ્યક્ત રાખી આત્મિક ગુણવૃદ્ધિ માટે મહાન કાર્યો કરે છે, તે પણ સત્કર્ષ દર્શાવવા અભિ