________________
એ દષ્ટિ
* ૨૫ ? કઈ સહજ વિચાર કરે છે તે તેનું દર્શન કર્મવિચિત્રતાને લીધે આવરણવાળું હોવાથી અતિ અસ્પષ્ટ અથવા લગભગ નહિ જેવું થાય છે. અનેક દર્શને આ સંસારમાં નીકળ્યાં છે તે આ ઓઘદષ્ટિને લઈને થયેલાં છે એમ સમજવું. તેઓ એક લક્ષ્ય ધ્યાનમાં રાખી એક દષ્ટિબિન્દુથી અમુક પદાર્થ તરફ જોઈ રહે છે અને તેથી તેઓનું દર્શન કદાપિ આવરણ રહિતસ્પષ્ટ થઈ શકતું નથી. એકાંત દષ્ટિએ અમુક વસ્તુ તરફ જોવામાં આવે ત્યાં મનમાં પ્રથમથી ધારી રાખેલું પરિણામ જ આવે અને તે પ્રસંગે પિતાનાં મનમાં ધારી રાખેલા પરિ ણામથી ઊલટી કઈ બાબત જોવામાં આવે છે તે પસાર કરી દેવામાં આવે એમ સ્વાભાવિક રીતે જ બને છે. જ્યાં એકાન્ત બુદ્ધિ હોય ત્યાં આવું પરિણામ અનિવાર્ય છે અને આવી અલનાએ આ જીવે અનેક પ્રસંગે કરેલી વિવેકદૃષ્ટિવંતના જોવામાં આવે છે. આ પ્રમાણે લેવાથી આવી એઘદષ્ટિથી ઉપર કહેલી આઠ દષ્ટિએને જુદી પાડવા માટે આઠ દષ્ટિનું સમુચ્ચય નામ એગદષ્ટિ પાડવામાં આવ્યું છે. અનાદિ કાળથી મિથ્યાત્વભાવમાં તણાતે આ ચેતન જ્યારે એઘદષ્ટિ તજી દે છે ત્યારે તે ઉન્નતિક્રમમાં આગળ વધે છે. અનંત સંસારચક્રમાં ભ્રમણ કરતાં જ્યારે તેની સાધ્યસામીપ્ય દશા થાય છે અને તેની ભવસ્થિતિ પરિપકવ થાય છે ત્યારે તે અત્ર કહેવામાં આવતી
ગદષ્ટિ પૈકીની પ્રથમ દષ્ટિ પ્રાપ્ત કરે છે. સંસાર અનંત છે અને ચેતને તેમાં અનંત ભવે કર્યા છે, પરંતુ ઉન્નતિક્રમમાં
જ્યારે તેની સ્થિતિ આગળ વધવાની હોય છે ત્યારે તે એઘદષ્ટિ મૂકી ગદષ્ટિમાં આવે છે. જેના પરિભાષામાં કહીએ તે છેલ્લા