________________
એધદષ્ટિ
: ૨૩ : સમુચ્ચય ગાથા ૧૭મી). પિતાના અભિપ્રાય ઉપર આત્મતત્વને નિર્ણય કરે તે જેમ પ્રતિકૂળ છે તેમજ અંધશ્રદ્ધા રાખવી તે પણ ઉપયોગ વગરનું છે. વિચારપૂર્વક શ્રદ્ધા રાખવી, નિર્ણય કર અને સત્ય સ્વરૂપનું જ્ઞાન કરવું એનું નામ “દૃષ્ટિ' કહેવાય છે. એવા પ્રકારની દષ્ટિથી હલકી પ્રવૃત્તિ અટકી પડે છે અને શુભ પ્રવૃત્તિ તરફ ગમન થાય છે. જેમ જેમ દષ્ટિ ઉચ્ચ થતી જાય છે તેમ તેમ ઉન્નતિક્રમમાં ઉક્ત પ્રકારના બંધની પ્રાપ્તિ થતી જાય છે. આવા પ્રકારના દર્શનને દૃષ્ટિ કહેવામાં આવે છે. જેટલી જેટલી આત્માની વિસ્વરતા થઈ હોય એટલે એટલે જેટલે અંશે તેના ઉપર લાગેલાં કમ કાંઈક ઉદય આવીને ખરી ગયાં હોય અને કાંઈક દબાઈ ગયાં હોય તેટલે અંશે તેને સાધ્ય દર્શન સ્પષ્ટ રીતે થતું જાય છે અને તેના પ્રમાણમાં તે ઉન્નતિક્રમમાં આગળ વધતું જાય છે. આવી રીતે વિચારતાં જેટલા ભેદે ઉન્નતિસ્થાનના થઈ શકે તેટલા દષ્ટિના ભેદ થાય કારણ કે દરેક ચેતન ઉન્નતિક્રમમાં જુદી જુદી અવસ્થા પર સ્થિત થયેલ હોય છે. એ દરેકનું વર્ણન કરવું તદ્દન અશકય છે તેથી તેના મુખ્ય આઠ વિભાગ પાડી આઠ દષ્ટિદ્વારા ચેતનને ઉન્નતિક્રમ અત્ર બતાવ્યું છે. મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એ આઠ દષ્ટિનાં આઠ નામ છે. એ.પ્રત્યેક દષ્ટિ પર સ્થિત થયેલ ચેતનજી કેટલે વિકાસ પામેલા હોય છે તે આપણે નીચે વિચારશું.
એઘદૃષ્ટિ ઉપરની આઠ દષ્ટિમાં પ્રથમ મિત્રો અને તે પછીની ત્રણ