________________
: ૨૫૦ :
કરી અન ત સુખાત્મક ચિધનાનંદ નિવૃત્તિ નગરીએ જતાં તેને જરા
જૈન દૃષ્ટિએ યાગ
સ્વરૂપના રસાસ્વાદ લેવા પણ વખત લાગતા નથી.
માક્ષમાં એવા પ્રકારનું સુખ છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે, કારણ કે મનુષ્યનાં કે દેવગતિનાં ઉત્કૃષ્ટ સુખ કરતાં તે અન’તગણું વધારે છે. ત્યાં નિદ્રા નથી, તંદ્રા નથી, ઢાઈના ભય નથી, જરા પણુ બ્રાન્તિ નથી, રાગ નથી, દ્વેષ નથી, પીડા નથી, દુ:ખ નથી, શાક નથી, મેહ નથી, જરા નથી, જન્મ નથી, મરણુ નથી અને એવી કાઈ પણ પ્રકારની ઉપાધિ નથી; એટલું જ નહિ પણ ત્યાં ક્ષુધા નથી, તૃષા નથી, ખેદ નથી, મદ નથી, ઉન્માદ નથી, મૂર્છા નથી અને વૃદ્ધિ કે હ્રાસ નથી. તેઓને એટલા આત્મિક વૈભવ હોય છે કે તેના ખ્યાલ કરવા–તેની કલ્પના કરવી તે પણ અશકય છે. એ સિદ્ધ ભગવાન્ શરીરરહિત છે, ઇંદ્રિયરહિત છે, વિકલ્પરહિત છે, નવીન કમના અંધથી રહિત છે અને અનંત વીર્યથી યુક્ત છે; વળી તેઓ પરમાત્મસ્વરૂપને પામેલા છે, પરિપૂર્ણ છે, સનાતન છે, પરાજ્યંતિના આવિર્ભાવ અનુભવનારા છે, સંસારસાગરને તરી ગયેલા છે, કૃતકૃત્ય છે અને અચલ સ્થિતિમાં નિર'તર રહેનારા છે.
સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયા પહેલાં ચૌદમા ગુરુસ્થાનકે અચેાગી અવસ્થા પ્રાપ્ત થાય છે અને એ શુકલધ્યાનની અતિ ઉત્કૃષ્ટ દશા છે તેથી અહીં સમાધિની જરૂર રહેતી નથી અને ચેગાંગ તરીકે સમાધિની જે વ્યાખ્યા આપી છે તેવી સમાધિ તા શુક્લષ્યાનની શરૂઆતથી જ થાય છે. પાત'જલ યોગકાર ધ્યાન અને સમાધિમાં ફેર બતાવતાં કહે છે કે-ધ્યાનમાં ધ્યેયનું