________________
ધ્યાન
: ૨૩૯ : રાગદ્વેષ પર વિજય મેળવી મનને નિશ્ચળ બનાવવું અને ભાવનાદિવડે સ્થિર કરી વસ્વરૂપની નિરૂપણ કરવી. જ્યાં સુધી ચિત્તની અસ્થિરતા હોય અને તેને સ્થિર કરવા જેટલી શક્તિ ન હોય ત્યાંસુધી શુકલધ્યાન ધ્યાવાને પ્રસંગ થતું જ નથી, કારણ શારીરિક બળમાં ઉત્તમ સંઘયણ ધારણ કરનારને જ એ ધ્યાન ધ્યાવાને અધિકાર છે એમ મેગીઓ કહી ગયા છે. આટલા ઉપરથી સાધારણ બળવાળાએ અને મનને સ્થિર કરવાની શક્તિ વગરનાએ શુકલધ્યાન ધ્યાવાને વિચાર કરે નહિ. શરીરના કટકા થાય તે પણ જેની ચિત્તવૃત્તિમાં વિકાર થતું નથી એ પ્રાણું જ શુલધ્યાન ધ્યાયી શકે, તેથી ધર્મ, ધ્યાનમાં સારી રીતે પ્રગતિ કરી પોતાની ગ્યતા થાય ત્યારે જ શુકલધ્યાનમાં પ્રવેશ કરે. શારીરિક બળ અતિ વિશિષ્ટ પ્રકારનું હોવા સાથે વૈરાગ્યવાસિત મન હોય, નિર્વેદપદ પ્રાપ્ત કરવા તીવ્ર ઈચ્છા હોય તે જ આ શુકલધ્યાનને અધિકારી છે. આવી રીતે શરીરોગ્યતારૂપ બાહ્ય સામગ્રી અને નિર્વેદ પદ પર પ્રેમરૂપ અંતરંગ સામગ્રીની જરૂરીઆત શુકલધ્યાન માટે છે. ધર્મધ્યાનના ફળ તરીકે પ્રાણી દેવગતિમાં ઉત્તમત્તમ સુખ અનુભવી પાછ મનુષ્યગતિમાં આવી બાકીને એગ પૂરો કરી કર્મને ક્ષય કરી અવ્યય પદ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી શુકલધ્યાનની યેગ્યતા ન થાય ત્યાંસુધી ચેતનની પ્રગતિ કરવા માટે ધર્મધ્યાનમાં સ્થિરતા કરવી. એને અવિચળ સ્થિતિકાળ અંતર્મુહૂર્તને છે અને એમાં ક્ષાપશમિક ભાવ છે તેથી અવસ્થાતર થયા કરે છે. એ વિશિષ્ટ ધ્યાનની અપેક્ષાએ અલ્પ છે પણ આરૌદ્ર કરતાં એની સ્થિતિ ઘણી ઉત્તમ છે અને