________________
: ૨૭૮ :
જેની દષ્ટિએ યોગ અને જેમાં પિતાના ચિત્તની સ્થિરતા થાય, વિશિષ્ટ સ્થાન માટે
ગ્યતા થાય અને ચિત્તને આત્મામાં સાલંબનરૂપે લય થાય તેવી રીતે વ્યવસ્થા કરવીપિતાની ધ્યાનની બાબતમાં ગ્યતા કેટલી છે તે વિચારવી અને અધિકાર વગર આગળ પગલું ભરવું નહિ તેમ નિરંતર એકડા ઘુંટયા કરવા નહિ. દયાનને અભ્યાસ અંતર રહિત અને દીર્ઘ કાળ સુધી રાખવે, કારણ અનાદિ કાળથી ચેતનની એવી દશા થઈ ગઈ છે કે-એને જરા પણ અસ્વસ્થ અવસ્થામાં મૂકવામાં આવે, જરા પણ એના સંબંધમાં પ્રમાદ થઈ જાય કે એ તુરત વિભાવમાં ચાલ્યું જાય છે અને પરભાવમાં રમવા મંડી જાય છે. આ પ્રમાણે હેવાથી ખાસ વિચાર કરીને ચેતનજીની દશા ભવિષ્યમાં કેમ સુધરે તેને માટે નિરંતર વિચાર કરવી; ધ્યાનકાળે ધ્યાન કરવું અને વચ્ચેના વખતમાં સુંદર ભાવનાઓ, આત્મનિરીક્ષણ અને યોગમાર્ગ નિરાકરણ કર્યા કરવું, વિશિષ્ટ ભાવના રાખવી, ઉચગ્રાહી થવું અને ચેતનજીની અચિંત્ય શકિત ખાસ લક્ષ્યમાં રાખવી, આવી રીતે સાલંબન ધ્યાન, તેના ભેદવિભેદ અને દયેય પ્રકરણ સાથે વિસ્તારથી વિચાર્યું. વિદ્યાપ્રવાદ પૂર્વમાં એ સંબંધી બહુ લખાયું છે એમ ગ ગ્રંથકારે કહે છે તે તે હલ લભ્ય નથી, પરંતુ હજુ જે લભ્ય છે તેને પણ બરાબર અભ્યાસ કરવામાં આવે તે બહુ સુંદર બાબતે તેમાંથી પ્રાપ્ત થાય તેવું છે. આ અતિ આકર્ષક વિષયને છેવટને ભાગ હવે જોઈએ.
વિશિષ્ટ ધ્યાનાધિકારી-ઉપર મનને શાંત કરી એકાગ્ર કરવાની વાત કરી તે ખાસ ધર્મધ્યાનના વિષયને અંગે ઉપયોગી છે. કદાપિ મનને રદ્દ કરવાનું ન બની શકે તે